ત્રણ દાયકા જૂની જોગવાઇના અમલ પૂર્વ લોકોનો વિરોધ જોતા રેલવે વિભાગે નિર્ણય પડતો મુકયો
ભારતીય રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનમાં મુસાફરી દરયિમાન નિયત માત્રાથી વધુ સામાન લઇ જનાર મુસાફરો પાસેથી દંડ વસુલવાની ત્રણ દાયકા જુની જોગવાઇ મુજબ કાર્યવાહી શરૂ કરતાં જ લોકોનો ભારે વિરોધ વંટોળ જોતા હાલ તુર્ત રેલવેએ વધારાનો સામાન ઉપર દંડ વસુલવાની જોગવાઇને પડતી મુકતી છે.
રેલવે મંત્રાલયના પ્રવકતા રાજેશ વાજપાયીનાં જણાવ્યા મુજબ લોકોમાં જાગૃતિ આવે તે માટે વધારાના સામાન ઉપર દંડ વસુલવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં વેકેશનના કારણે ટ્રેનમાં વધુ ટ્રાફીક રહેતો હોય મુસાફરોનાં ઉનાળાના દિવસોમાં ટ્રેનમાં વધુ ટ્રાફીક રહેતો હોય મુસાફરોના વધારાના સામાનથી અન્ય મુસાફરોને હાલાકી થતી હોય રેલવે દ્વારા સતત છ દિવસ સુધી ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
જો કે રેલવે વધારાના સામાન અંગે ચલાવવામાં આવેલી ઝુંબેશની સોશ્યલ મિડિયામાં લોકોએ ટીકા કરતા હાલ તૂર્ત રેલવે વિભાગે વધારાના લગેજ ઉપર દંડ વસુલવાની યોજના પડતી મુકી છે. અને મુસાફરોને રેલવેના લગેજ નિયમોની જાણકારી માટે જ આ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવાનું રેલવેના સત્તાવાર સુત્રોએ અંતમાં જણાવ્યું હતું.