સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો: છુટાછેડા બાદ બેસહારા જીવન જીવતી મહિલાઓને મળશે કાયદાનો ટેકો
સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું હતું કે, જો ી પગભર ઈ શકે તેમ ન હોય તો છુટાછેડા મળ્યા બાદ પણ તે ખાધા ખોરાકી માટે પણ હકકદાર છે. આ અગાઉ છુટાછેડા બાદ ખાધા ખોરાકીમાંી મુક્તિ આપવામાં આવતી હતી પરંતુ ખરેખર કાયદાકીય કલમ ૧૨૫ હેઠળ છુટાછેડા એટલે હકીકતમાં છુટા-છેડા રહેશે નહીં.
આ નિયમ હેઠળ કહેવામાં આવ્યું છે કે, જો ી પોતાના પતિી અલગ રહેવા માગતી હોય અને પગભર ન હોય તો છુટાછેડા મેળવ્યા બાદ પણ ખાધા ખોરાકી મેળવવા માટે હકકદાર છે અને તેને અલગ રહેવાનો પણ પુરતો હકક છે. સુપ્રીમ કોર્ટમાં હિમાચલપ્રદેશના એક કેસની સુનાવણી ઈ હતી જેમાં ચંપાદેવી નામની મહિલાએ છુટાછેડા બાદ ૩,૦૦૦ ખાધા ખોરાકીની માંગ કરી હતી. આ કેસમાં ચુકાદો આવ્યો હતો કે, ચંપાદેવી પોતાના પગભર ની. આ ઉપરાંત તેઓ અલગ રહેવા માંગે છે ત્યારે સેકશન ૧૨૫/૪ હેઠળ આ કેસમાં ચંપાદેવીનો કોઈ વાંક બનતો ની. માટે તેઓ ખાધા ખોરાકીની હકકદાર છે. વધુમાં તેઓ પોતાનું ઘરખર્ચ અને જાળવણી કરી શકે તેટલી આવક ધરાવતી ન હોવાી તેના પતિને ખાધા ખોરાકી ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમનો આ ચુકાદો આશાવિહિન મહિલાઓ માટે ખુબ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. કારણ કે ઘણી વખત છુટાછેડા બાદ પણ મહિલાઓ બેસહારા જીવન જીવતી હોય છે અને આવકનો ોત ન હોવાી બીજાના સહારે જીવન જીવવું પડે છે. વધુમાં જો પત્ની કોઈ શારીરિક ખામી ધરાવતી હોય તો પણ કલમ ૧૨૫/૪ હેઠળ છુટાછેડા મેળવ્યા બાદ પણ ખાધા ખોરાકી મેળવવાની હકકદાર છે તેવો ચુકાદો આપવામાં આવ્યો છે.