ગુરૂવારે નિકળેલી ભવ્ય પોથીયાત્રામાં ભાવીકો જોડાયા
ઉપલેટા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજીત શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો કાલથી સાત દિવસ માટે ભવ્ય રીતે પ્રારંભ થયો છે. કાલે સવારે નીકળેલી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી તેમાં સમાજનાં વિશાળ સંખ્યામાં ભઈ બહેનો યુવાનો જોડાયા હતા. આજે સવારે ૧૦ વાગે બાવલા ચોકમાં આવેલ નવી હવેલી શ્રી દ્વારકેશ નિકેતન તેથી શાસ્ત્રોકત વિધી પૂર્ણ કરી ભવ્ય પોથી નીકળી હતી આ પોથીયાત્રામાં રાસ, કિર્તન મંડળીના સથવારે શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ શહીદ અર્જુન રોડ ઉપર આવેલ કથા સ્થળ લેઉવા પટેલસમાજે આવી પહોચતા ત્યા હાજર સત્સંગીઓ ભવ્યરીતે પોથીયાત્રાનું સ્વાગત કરેલ હતુ.
આ ભાગવત સપ્તાહમં શનિવારે સાંજે ૬ વાગે નૃસિંહ પ્રાગટય -અને વામન પ્રાગટય ઉત્સવ ઉજવાશે. આ પથાના વ્યાસ પીઠ ઉપર શોભાવડલાના નવ યુવાન શાસ્ત્રી સુનિલ પ્રસાદ પંડયા પોતાની મધુર વાણીમાં કથામૃતનું રસપાન કરાવશે ઉપલેટા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં પધારવા માટે રાજયમંત્રી જયેશભાઈ રાદડીયા, સંસદ સભ્ય વિઠ્ઠલભાઈ રાદડીયા, વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લલીતભાઈ વસોયા, અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણી, વલ્લભભાઈ કથીરીયા અરવિંદભાઈ પટેલ, મ્યુનિ. ફા. બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પુર્વ મંત્રી જસુબેન કોરાટ, સહિત આગેવાનોને આમંત્રીત કરાયા છે.