સંતોએ વિદ્યાર્થીઓને ભાલે કુમકુમનો ચાંદલો અને ચંદનની અર્ચા કરી
સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિ્ષ્ઠાનમ્ SGVPની નૂતન શાખા SGVP ગુરુુકુલ રીબડા ખાતે ધો.૧થી ૧૨ અંગ્રેજી માધ્યમની ( CBSE મા્ન્યતા ધરાવતી – મિશ્ર) ઇન્ટરનેશનલ સ્કુલનો઼ શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો.
વિદ્યાર્થીઓ ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા બાદ શ્રીધર્મવત્સલદાસજી સ્વામીએ તથા પ્રિન્સીપાલે પ્રવેશ કરતા વિદ્યાર્થાઓને આવકારી ભાલે કુમકુમનો ચાંદલો કર્યો હતો હરિનંદનદાસજી સ્વામી અને વિશ્વસ્વરુપદાસજી સ્વામીએ મીઠાઇ વહેંચી હતી.
શિક્ષિકા બહેનોએ કન્યાઓને કપાળે કુમકુમનો ચાંદલો કરી મીઠાઇ વહેંચી હતી.
શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ પ્રાર્થના સભામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધીજીના જીવન પ્રસંગો વર્ણવતી સંસ્કાર સભર વાતો કરી જણાવ્યું હતુ કે આ SGVP ગુરુુકુલ રીબડા એ SGVP ગુરુકુલ અમદાવાદની શાખા છે.એસજીવીપી સ્ટડી, સ્પોર્ટસ અને સ્પીરીચ્યુઆલીટી એ ત્રણ સ્તંભને આધારે સેવા કાર્ય કરી રહેલ છે.આગામી જુન-૧૮ થી અહીં એસજીવીપી ગુરુકુલ વિદ્યાલય (CBSE બોર્ડ) રીબડા ખાતે અંગ્રેજી માધ્યમ ધો.૧૧ કોમર્સ વિભાગ શરુ થાય છે. જેમાં વિદ્યાર્થીઓને ઔદ્યોગિક એકમ, મલ્ટી નેશનલ કંપનીના આયામો તેમજ કોમર્સ ક્ષેત્રે ઉજ્જવળ કારકીર્દિ બનાવવા માટે વૈશ્વિક ક્ક્ષાની તાલીમ પણ આપવામાં આવશે.
શ્રી માધવપ્રિયદાસજી સ્વામી એ આ સંસ્થાના અધ્યક્ષ છે. SGVP સ્કુલ – અમદાવાદ અે વિશ્વમાં ઇન્ટરનેશનલ સ્કુલ તરીકે માન્યતા આપતી અમેરિકા સ્થિત એડવાન્સઇડી સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ છે. એજ રીતે ધો.૧થી ૧૨ અંગ્રેજી માધ્યમની ( CBSE માન્યતા ધરાવતી —એસજીવીપી રીબડા-રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલ બનશે.)