દક્ષિણ ગુજરાત પહોંચતા કરવાનો ખાદ્યતેલનો જથ્થો બારાબાર વેંચાણ કરવામાં નવ સામે ગુનો નોંધાયો તો
શહેરના ગોંડલ રોડ પર આવેલા મારુતિ પ્રોટીન્સમાંથી ટ્રક મારફતે રૂ.૪૩.૬૫ લાખનો તેલનો જથ્થો દક્ષિણ ગુજરાતનાં વેપારીને પહોચાડવાને બદલે બારોબાર વેંચાણ કરી નાખવામાં નવ સામે નોંધાયેલા ગુનામાં પોલીસ ધરપકડની દહેશતથી ટ્રકના ચાલક અને કલીનરની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજુર કરતો હુકમ કર્યો છે.
વધુમાં શહેરના નાનામવા રોડ પરની શ્રી કોલોની સોસાયટીમાં રહેતા અને ગોંડલ રોડ પર આવેલા મારુતિ પોટીન્સ નામે ખાદ્યતેલનો ધંધો કરતા જેન્તી અમૃતભાઇ ડેડાણીયા નામના પટેલ વેપારીએ આજી ડેમ પોલીસ મથકમાં રૂ.૪૩.૬૫ લાખનું ખાઘતેલનો જથ્થો નિર્ધારીત સ્થળે પહોચાડવાની જગ્યા અન્ય સ્થળે વેંચાણ કરી નાખ્યાની ફરીયાદ નવ શખ્સો સામે નોંધાવી હતી.
મોહન બાવા પરમાર અને કલીનર ચંદુ ધેલા રાઠોડ પોલીસ ધરપકડ ની દહેશતથી આગોતરા જામીન અરજી કરી હતી જેમાં બન્ને પક્ષોની રજુઆતના અંતે સરકાર પક્ષની દલીલો તપાસનીશ અધિકારીનું સોગંદનામુ અને દસ્તાવેજી પુરાવાને ઘ્યાને લઇ અધિક સેસન્સ જજ મોહન પરમાર અને ચંદુ રાઠોડની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો
આ જામીનમાં અરજી સરકાર પક્ષે એપીપી તરીકે તરુણ માથુક ઉપસ્થિત રહ્યા હતા.