હનુમાનજી મહારાજના જીવન ચરિત્રની કથા સાથે હનુમાન ચાલીસાના પાઠ તથા ધુન-ભજનનું આયોજન
બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ રાજકોટ છેલ્લા ૩૨ વર્ષથી પણ વધારે સમયથી માનવ સેવા એ જ પ્રભુ સેવાના સિઘ્ધાંતને સાથે રાખી આજના યુગની પાયાની જ‚રીયાતો સમાન તબીબી સેવાઓ તથા ભરપેટ ભોજન માટે અન્ન સેવા ચલાવે છે. આ ઉપરાંત સમાજના સાંસ્કૃતિક, સામાજીક તથા ધાર્મિક ઉત્થાન માટે કાર્યશીલ છે.
આગામી હનુમાન જયંતિ નિમિતે બજરંગ ટ્રસ્ટ દ્વારા આગામી મંગળવારે સવારે ૧૦ થી ૧૨ સુધી ટ્રસ્ટના કાર્યાલય ૯, રઘુવીર પરા, રાજકોટ ખાતે હનુમાન ચાલીસાના પાઠ તથા ધુન-ભજનનું પંચનાથ ધુન મંડળના સહયોગથી આયોજન કરેલ છે. જેમાં પ્રખર ભાગવતચાર્ય અશોકભાઇ ભટ્ટ તથા કનૈયાલાલ ભટ્ટ તેમની આગવી ઢબે હનુમાનજી મહારાજના જીવન ચરિત્ર કથાનું રસપાન કરાવશે.
સંસ્થાના કાર્યકરો શુભેચ્છકો તેમજ હનુમાન જયંતિ પ્રસંગે ખાસ આમંત્રિત સર્વે મહેમાનો પ્રભુને ધરાવેલ થાળ તેમજ મહાપ્રસાદ સ્વ‚પે ગ્રહણ કરવા બજરંગ ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસભાઇ તન્ના, મંત્રી કે.ડી. કારીઆ તથા ટ્રસ્ટીગણ દ્વારા અનુરોધ કરાયો છે. આ તકે અપીલ કરવા પ્રભુદાસભાઇ તન્ના, કે.ડી. કારીયા, ઇશ્ર્વરભાઇ ખખ્ખર, કિશોરભાઇ કારીયા, જીજ્ઞાસાબેન ગોસ્વામી, પ્રવીણભાઇ ગેરીઆ, જે.ડી. ઉપાઘ્યાય અબતક મીડીયા હાઉસની મુલાકાત લઇ વિગતો આપી હતી.