૧૯૪ શાળાઓની દરખાસ્તમાંથી ૧૦૦ વધુ શાળાઓની ફી જાહેર કરાઈ
રાજય સરકારે ખાનગી શાળાઓમાં વસુલવામાં આવતી તોતીંગ ફીને નિયંત્રીત કરવા માટે ફી નિર્ધારણનો કાયદો ઘડયો હતો. ત્યારબાદ તમામ શાળાઓમાં ફી નકકી કરવા માટે ફી નિયમન સમીતીની રચના કરવામાં આવી હતી. એટલે કે, કોઈપણ શાળામાં કેટલી ફી નકકી કરવી તે ફી નિર્ધારણ સમીતી નકકી કરે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. જેના પગલે તમામ શાળા સંચાલકોએ ફી વસુલવા માંગણી અંગેનું સોગંદનામુ ફી નિયમન સમીતી સમક્ષ રજૂ કર્યું હતું. જેના પગલે આજે ફી નિયમન સમીતી દ્વારા રાજકોટની સહિત અન્ય જિલ્લાઓની વધુ ૧૫ શાળાઓની ફી જાહેર કરવામાં આવી છે.
જેમાં સુત્રાપાડાની બાલમીયા પબ્લિક સ્કૂલની ધો.૧ થી ૧૨ સાયન્સ અને કોમર્સની રૂ.૧૮ હજારી ૨૪ હજાર ફી નકકી કરી છે. હળવદની સાંદીપ્ની પબ્લિક સ્કૂલની ધો.૧૨ની ૬ હજારી ૧૪૪૦૦ નકકી કરાઈ છે. જામનગરની પ્રણામી ગ્લોબલ સ્કૂલની ધો.૭ની રૂ.૨૧ હજારી ૨૮ હજાર સુધી ફી નકકી કરાઈ છે. જેતપુર એકેડમી સ્કૂલ જેતલસરની વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ માટે રૂ.૩૦ હજાર ફી નકકી કરાઈ છે.
પોરબંદરની ધી.એમ.ચૌહાણ સ્કૂલની ફી ઉચ્ચતર માધ્યમિક સુધી વર્ષ ૨૦૧૭-૧૮ માટે રૂ.૧૯૫૦૦ થી ૪૨૦૦૦ જેટલી કોમર્સ વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂ.૨૦૫૦૦ થી ૪૪૦૦૦ ફી નકકી કરાઈ છે. જામનગરની ધી એલ. હરીયા પ્રાયમરી સ્કૂલની ધો.૧૨ સાયન્સની વર્ષ ૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂ.૨૨૦૦૦ થી ૭૦૦૦૦ ફી નિર્ધારીત કરેલ છે. જયારે વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂ.૨૪૦૦૦ થી ૭૭૦૦૦ ફી નકકી કરાઈ છે. જયારે હરીયા ગ્લોબલ સ્કૂલની ફી વર્ષ ૨૦૧૭-૧૮ માટે રૂ.૩૧૦૦૦ અને ધો.૬,૭,૮ માટે રૂ.૪૫૫૦૦ અને વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂ.૩૪૦૦૦ થી ૪૪૦૦૦ અને વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂ.૩૭૦૦૦ થી રૂ.૪૮૦૦૦ ફી નકકી કરાઈ છે. જામનગરની હરીયા સ્કૂલ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૧૮-૧૯ માટે એક સરખી લેવા મંજૂરી અપાઈ છે.
જામનગરની એસ.આર. ગ્રુપની નંદ વિદ્યાનિકેતનની નોન એસ.આર વિર્દ્યાીઓ માટે રૂ.૩૯૨૭૦ થી ૫૭૬૦૦ અને એસઆર વિર્દ્યાીઓ માટે ૨૦૧૭-૧૮માં રૂ.૧૮૦૮૦ થી ૨૯૨૫૦ અને વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૩૯૨૭૦ થી ૫૭૬૦૦ અને ધો.૧૨ કોમર્સની ૬૩૬૦૦ સાયન્સ વિભાગની ફી નકકી કરાઈ છે. તેમજ સ્ટાફના બાળકો માટે વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૧૪૩૨૦ થી ૨૨૬૮૦ અને વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૩૯૨૭૦ થી ૬૩૬૦૦ ફી નિર્ધારીત કરાઈ છે. નોંધનીય હકીકત મુજબ એસઆર ગ્રુપની નંદ નિકેતન સ્કૂલ દ્વારા અગાઉ લેવાની રૂ.૧૨૦૦૦ જેવી નોન રીફંડેબલ ડિપોઝીટ હવેી નહીં લેવામાં આવે. એડમીશન ફી માત્ર એક વખત નવા વિર્દ્યાીઓ પાસેી ફકત એક માસની ફી જેટલી લેવામાં ઉપરાંત એસઆર, નોન એસઆર અને સ્ટાફના બાળકો માટે વર્ષ ૨૦૧૮-૧૯ થી એક તરફી ફી લેવામાં આવશે. તેમજ સખાવતની રકમ આખરે ૫૦ ટકા રકમ એસઆર કંપની દ્વારા ચૂકવવામાં આવશે. આ ઉપરાંત અન્ય કોઈપણ પ્રકારની શાળા દ્વારા ફી નહીં ઉઘરાવવા અંગે પણ નોટિસ અપાઈ છે.
ઉપલેટાની નોબલવુડ પ્રાયમરી ગુજરાતી માધ્યમ સ્કૂલની ફી વર્ષ ૨૦૧૭-૧૮ની રૂ.૧૬૯૪૦ થી ૨૨૯૪૦ અને વર્ષ ૨૦૧૮-૧૯ની ૨૦૦૦૦ થી ૨૬૦૦૦ તેમજ વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂ.૨૧૦૦૦ થી રૂ.૨૯૦૦૦ ફી નકકી કરાઈ છે. નોબલવુડ ઈંગ્લીશ મીડિયમની ફી વર્ષ ૨૦૧૭-૧૮ માટે રૂ.૨૦૯૪૦ થી ૨૬૦૦૦, વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂ.૨૩૦૦૦ થી ૩૦૦૦૦ ફી નકકી કરાઈ છે.
જેતપુરની ધવલ ટેર્ડવર્લ્ડ સ્કૂલની રૂ.૩૯૯૦૦ થી ૬૨૫૦૦ તેમજ ઉચ્ચત્તર માધ્યમિકની રૂ.૪૩૦૦૦ અને સામાન્ય પ્રવાહની ફી વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ માટે નકકી કરાઈ છે.