મગફળીનું વાવેતર વધારે થયું છે તો ખેડુતો કપાસ તરફ વળશે અને મગફળીમાં સરકારી ગોડાઉનમાં ખુબ જ મોટા પ્રમાણમાં સ્ટોક પડેલો છે અને ખેડુતો પાસે પણ પડે છે. મગફળીનો ભાવ ૫૦૦-૬૦૦ની આસપાસ રહેલો છે. સરકારે ટેકાના ભાવ ૯૦૦ જાહેર કર્યા છે. ૩૦ ટકા મગફળી, ૭૦ ટકા કપાસનું વાવેતર કરે તેવી શકયતા છે. યાર્ડના ચેરમેને જણાવ્યું હતું.
અબતક સાથેની વાતચીત દરમિયાન મગફળીને લઈને પરિસ્થિતિ વર્ણવતા કહ્યું છે કે, મગફળીનું વાવેતર છેલ્લા બે વર્ષથી સતત વધી રહ્યું છે અને ખેડુતોને પણ વર્ષના પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન સારું થયું છે પરંતુ ઉત્પાદનના પ્રમાણમાં ભાવ સારા ન હોવાથી હાલાકી થઈ રહી છે.
સરકારની ખરીદી હોવાથી વેપારીઓમાં પણ ડર હોય કે નવા વેપાર કઈ રીતે કરવા અને વેપારીઓ પણ વેપાર કરી શકતા નથી. એ લોકોએ પણ કોઈ ખાસ મગફળીમાં ધ્યાન દેતા નથી. નથી વેપારી માલ વેચી શકતા કે વેપારી કરી શકતા. સરકારના ગોડાઉનમાં હાલમાં ઘણો બધો માલ પડેલો છે. રૂ.૯૦૦ના ટેકાના ભાવમાં આપણે ખરીદી કરેલી પણ હજી ગત વર્ષની ૮૪૪ રૂપિયાના ભાવ વાળી પણ હજુ પેન્ડીંગ પડી છે તો આ વર્ષની તો વેચવાની વાર છે અને સરકાર વેચવા કાઢે તો પણ આનાથી ભાવ નીચા જશે એવી શકયતા રહેલ છે. સરકાર આયાત-નિકાસની વાત કરીએ તો કદાચ ખેડુતોને સરસ ભાવની આશા રે પહેલી વાત કે મગફળીના નિકાલ માટે સરકારે પોતાની ખરીદી કરે તે પહેલા એના ખાતામાં સીધા જમા આપે અને લોન ભ્રષ્ટાચાર જેવી સ્થિતિ ઉભી થાય તો ખેડુતને અને સરકારને બંનેને ફાયદાવાળી વાત છે.