સેક્ધડરી ટીસર્ચ ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટ તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી રાજકોટ તેમજ મોદી સ્કુલના સંયુકત ઉપક્રમે પાંચ દિવસીય તાલીમમાં સૌરાષ્ટ્ર-કચ્છના કુલ ૧૮૩ ગણીતને જીવવિજ્ઞાનના શિક્ષકોએ ખૂબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. સવારના સેશનમાં દોઢ કલાકના બે પીરીયડ તથા બપોરનાં સેશનમાં બે પીરીયડોથી તજજ્ઞોએ તાલીમને જીવંત બનાવી હતી.
આ તાલીમમાં ભાગ લેવા બદલ તમામ શિક્ષકોને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી ડો.એમ.આર. સાગરકા એ.ઈ.આઈ. હિંડોચા તથા મોદી સ્કુલનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી. મોદીસરે માર્ગદર્શન આપ્યું હતુ. આ અસરકારક તાલીમ વર્ગ ખંડ સુધી પહોચે તે માટે પ્રયત્નશીલ રહવે જણાવ્યું હતુ.