રાજકોટ ડીવીઝનલ પશ્ર્ચિમ રેલવે દ્વારા ભોમેશ્ર્વર ખાતે રેલવે ક્રોસીંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરી જનોને રેલવે ક્રોસીંગ પાર કરવા માહીતી આપતા જણાવાયું હતું કે તમે વાહન ચલાવતા હો ત્યારે નશામાં ન રહીને પૂર્ણ હોશમાં રહે. તેમજ રેલવે ફાટક પાર કરતા પહેલા ઉભા રહી રેલવે લાઇનની બન્ને બાજુ જોઇ લો, ફાટક પાર કરતાં પહેલા ખાત્રી કરો કે કોઇપણ બાજુથી ગાડી આવતી નથી ને સહીતની માહીતી આપી હતી તેમજ રાહદારીઓને પત્રીકાઓ વિતરણ કરી હતી આ તકે રાજકોટ ડીવીઝનલ રેલવેના કર્મચારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
આ તકે જણાવ્યુઁ હતું કે હાલમાં ચાલુ થયેલ દુરતો ટ્રેનને લોકોનો ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ ચસ પરિસ્થિતિ ૧૨૦ દિવસ પછી ના રીપોર્ટ પરથી ખબર પડશે. સાથે સાથે ડબલ ટ્રેકની કામગીરી આગમી દોઢ વર્ષમાં પૂર્ણ થઇ જશે. જેવી રાજકોટવાસીઓને નજીકના ભવિષ્યમાં જ ડબલ ટ્રેકની સુવિધા પ્રાપ્ત થઇ શકશે.