ભિક્ષુકોની કતાર માં બેસેલ પ્રૌઢ મહિલા ને તેના પરિવાર ના સભ્યો સોમનાથ યાત્રા એ આવતા અચાનક જોઈ જતાં પરિવાર સાથે થયું મિલન.
પ્રભાસ પાટણ સોમનાથ સુરક્ષા પોલીસ અને સોમનાથ ટ્રસ્ટની સુંદર કામગીરી
સોમનાથ મંદિર ખાતે ધરે થી ગુમ થયેલ અમદાવાદ ની એક પ્રૌઢ મહિલા યાત્રાએ આવેલ પરિવાર સાથે મિલન થતાં હર્ષ ના આંસુ સાથે ભાવભાની દ્રશ્યો સર્જાયા વિગત એમ છે કે અમદાવાદ ના કોચરબ પાલડી – એલીસબીરજ વિસ્તારમાં રહેતા નીરૂબેન મનુભાઇ રાઠોડ ઉ. વ ૬૦ ધરે થી અચાનક ગુમ થયેલા હતા જેથી તેના પરિવારે અમદાવાદ એલીસબીરજ પોલીસ મથકમાં ગુમ થયા બાબત પોલીસ ફરિયાદ રજીસ્ટર નં ૨૪ /૧૮ મુજબ નોંધાવેલ હતી આમ આ પ્રૌઢ મહિલા તા 21-5-2018 થી ગુમ થયેલ હતાં.
તેવામાં અચાનક આજે તેના પરિવાર ના લોકો સોમનાથ દ્વારકા દિવની પ્રવાસે આવેલ મનીષ રાઠોડ તેમજ તેની પત્ની દક્ષાબેન રાઠોડ સોમનાથ મંદિર પાસે ફરતા હતા તેવામાં ભિક્ષુકોની કતારમાં તેના પરિવાર ના ગુમ થયેલ મહિલાને જોતાં તેમણે સોમનાથ મંદિર સુરક્ષા પોલીસ ઈન્ચાર્જ બી. એચ. ચૌહાણ તેમજ રાઇટર દિલીપસિંહ રાઠોડ ને જાણ કરતાં તેઓએ તુરતજ અમદાવાદ તેના પરિવાર તથા પોલીસ ને જાણ કરી વિખુટા પડેલ પરિવાર સાથે સુખદ મિલન કરાવતા પરિવાર સાથે વોટસએપ થી વિડીયો દ્વારા વાત કરેલ. ગુમ સુદા મામલાનો સફળ ઉકેલ કરાવેલ છે.