વોર્ડ નં-૧૨ મવડી ચોકડી પાસે આહીર સમાજના વીર સપૂત દેવાયત બોદરની પ્રતિમાણી અનાવરણ વિધિ કાર્યક્રમ અંતર્ગત પદાધિકારીઓ સાથે આહીર સમાજના આગેવાનો સો મીટીંગ યોજાઈ હતી આ પ્રતિમાની અનાવરણ વિધિ રાજયના મુખ્યંમત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રવિવારે કરાશે.
આહીર સપૂત શ્રી દેવાયત બોદર સેવા સમાજ રાજકોટ સંસના હોદેદારો દ્વારા આહીર સમાજમાં જેમનું નામ છે, અને જે-તે સમયના રાજાશાહીના સમયમાં જેમનું ખુબજ યોગદાન રહેલું છે એવા આહીર સમાજના વીર સપૂત શ્રી દેવાયત બોદરની પ્રતિમા મુકવા રજૂઆત અંગે રાજકોટ મહાનગરપાલિકાના શાસકપક્ષ દ્વારા શ્રી દેવાયત બોદરની પ્રતિમા મુકવાની ઠરાવ કરી મંજુર કરવામાં આવેલ છે.
આગામી રવિવારના રોજ મવડી ચોકડી પાસે વીર સપૂત શ્રી દેવાયત બોદર અનાવરણ વિધિ રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવાનું નક્કી કરાયેલ છે, જેના અનુસંધાને આજરોજ મેયર ડો.જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષ સને આહીર સમાજના અગ્રણીઓ સો મીટીંગ મળેલ. આ મીટીંગમાં પુર્વ મેયર ઉદયભાઈ કાનગડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિના જયમીનભાઇ ઠાકર તેમજ આહીર સમાજના કોર્પોરેટરઓ, તા અગ્રણી રાજુભાઈ બોરીચા, હરિભાઈ ડાંગર, બાબુભાઈ આહીર મકવાણા, જે.ડી. ડાંગર, પરેશભાઈ હુંબલ, નિલેશભાઈ જલુ, વિજયભાઈ વાંક, પ્રભાતભાઈ ડાંગર, શૈલેષભાઈ ડાંગર,બાળાભાઈ, નીર્મલભાઈ મહેતા, ભરતભાઈ બોરીચા, સુરજભાઈ ડેર, હિરેનભાઈ ખીમાણીયા, ચાવડા હરેશભાઈ, વરજાંગભાઈ હુંબલ, ડાંગર તુલસીભાઈ, દિલીપભાઈ બોરીચા, વિપુલભાઈ માખેલા, જેઠસુરભાઈ ગુજરીયા, મોહનભાઈ માલા, તેમજ આહીર સમાજના આગેવાનો ઉપસ્તિ રહેશે.