rટુંક સમયમાં મળેલા બ્હોળા પ્રતિસાદની ઉજવણી કરતી ટીમ કલ્પવન
શહેરના મવડી વિસ્તારમાં પ્રકૃતિના ખોળે વસવાટ કરવાનો અવસર લઇને કલ્પવન આવ્યું છે. મવડી વિસ્તાર સ્થિત કલ્પવન રેસીડેન્સી સૌરાષ્ટ્રની સૌથી મોટી ટાઉન શીપ છે. આ ટાઉનશીપમાં અધતન સુવિધાસભર ફલેટો છે. જેમાં સ્વીમીંગ પુલ, કલબ, જીમ સહીતની ૩૬ એમેલીટીસનો સમાવેશ થાય છે.
ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલનું ગોલ્ડ સર્ટીફીકેટ મેળવનાર આ ટાઉનશીપમાં પાણી અંગે ખુબ કાળજી લેવામાં આવે છે. પાણીની બચત માટે ખાસ સુવેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને ૭૦ ટકા પ્રોસેસ કરીને વાપરવામાં આવે છે. આ ઉપરાંત ઉનાળાના દિવસોમાં પાણીની તંગી ન થાય તે માટે ત્રણ કુવા બનાવવામાં આવ્યા છે.
ગ્રામ્ય વિસ્તારના લોકોનું રાજકોટમાં મકાન લેવાનું સપનું હોય છે. દરેક વર્ગમાં લોકોનું આવુ સપનું હોય છે. આ સપનું સાકાર કરવા કલ્પવન પ્રોજેકટ બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૧૫૦ થી વધુ પરિવારોનું એ સપનું સાકાર થવા જઇ રહ્યું છે.
રામનવમીના શુભ દિવસે કલ્પવન ટાઉનશીપને બ્હોળો પ્રતિસાદ મળ્યો હતો. રામનવમીના દિવસે ઘણા પરિવારોએ ફલેટનું બુકીંગ કરાવ્યું હતું આમ ટુંક સમયમાં જ કલ્પવન ટાઉનશીપને બ્હોળા પ્રતિસાદ મળવાથી કુલ ૧૫૦ થી વધુ ફલેટોનું બુકીંગ રામનવમીના દિવસ સુધીમાં થયું હતું. આ પ્રતિસાદની ઉજવણીના ભાગ રુપે કલ્પવનના સેલ્સ પાર્ટનરો બાબુભાઇ સખીયા, હિતેષભાઇ સખીયા, નિલેશભાઇ સાવલીયા અને રસીક કપુરીયાએ ટીમ કલ્પવન તેમજ અબતક મીડીયા હાઉસના મેનેજીંગ તંત્રી સતિષભાઇ મહેતા સાથે કેકનું કટીંગ કર્યુ હતું.
કલ્પવન ટાઉનશીપમાં કુલ ૩ હજાર ફલેટ ઉપલબ્ધ છે. આ ફલેટ માટે ૬ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવનાર તેમજ ૫૦ વર્ષથીઓછી ઉમર ધરાવનારને ‚ ૨,૨૦,૦૦૦ સુધીની સબસીડી કેન્દ્ર સરકાર તરફથી મળવા પાત્ર છે. આઉપરાંત ફલેટના ૧૦૦ ટકા દસ્તાવેજ આપવામાં આવે છે. ફલેટનું બુકીંગ ચાલુ જ છે. વહેલા તે પહેલાના ધોરણે ફલેટ આપવામાં આવે છે તો ઘરનું ઘર બનાવવા ઇચ્છનારને વહેલા સર આ તકનો લાભ ઉઠાવવા ટીમ કલ્પવન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છેે.