રાજકોટમાં સૂચિત સોસાયટીના દાવા-પ્રમાણપત્ર આપવામાં ૧ થી ૪ લાખનાં ઉચા ભાવ આપતા લોકો મુંઝવણમાં

રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના મહાનગરોમાં સુચિત મિલકતોને કાયદેસરતા બક્ષવા માટે સરકારે હાથ ધરેલી ખાસ ઝુંબેશમાં રાજકોટના સુચિત સોસાયટીના રહીશોને પોતાની મિલકતને રેગ્યુલાઈઝડ કરાવવામાં રસ ન હોવાનું ફલીત ઈ રહ્યું છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રમ તબકકાની કામગીરીમાં ૧૨૦૦ પૈકી ફકત ૨૦૦ લોકોએ જ નાણા ભરવા તૈયારી દર્શાવી છે. જો કે, લોકોની નિરસતા પાછળ ઉંચા જંત્રી ભાવ હોવાનું પણ મનાઈ રહ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજય સરકારે ખાસ વટહુકમ બહાર પાડી સુચિત સોસાયટીઓને કાયદેસરતા બક્ષવા માટે કાર્યવાહી હાથ ધરતા રાજકોટ કલેકટર તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સુચિત સોસાયટીનો સર્વે હાથ ધરી દાવા-પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રમ તબકકામાં ૧૨૦૦થી વધુ લોકોના દાવા પ્રમાણપત્ર આપવા માટેની કમ્પાઉન્ડ ફી પણ નકકી કરી લેવામાં આવી છે.

બીજી તરફ કમ્પાઉન્ડ ફીના ઓર્ડર તૈયાર હોવા છતાં આ ૧૨૦૦ મિલકત ધારકો પૈકી અત્યાર સુધીમાં માત્ર ૨૦૦ જેટલા આસામીઓએ જ કમ્પાઉન્ડ ફી ભરવા તૈયારી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, સુચિત મિલકતને કાયદેસરતા બક્ષવામાં સરકાર દ્વારા મિલકતના લોકેશન મુજબ ૧ લાખી ચાર લાખ સુધીની કમ્પાઉન્ડ ફી નકકી કરી હોય મોટાભાગના કિસ્સામાં સુચિત મિલકત ધારકોને એક સો આટલી મોટી રકમ કયાંથી કાઢવી તેની ચિંતા સત્તાવતી હોય મોટાભાગના મિલકત ધારકો નાણા ભરવામાં મુંઝવણમાં મુકાયા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.