છેલ્લા કેટલાક સમયથી આપણુ પર્યાવરણ દુષિત થઈ રહ્યું છે. જેમનું મુખ્ય કારણ વૃક્ષોના વાવેતરમાં ઘટાડો અને પ્રદુષણ ઓકતા મોટા ઉદ્યોગો છે. એક બાજુ પર્યાવરણને બચાવવાની વાતતો બીજી બાજુ વૃક્ષોનું બેફામ કત્લેઆમ થઈ રહ્યું છે. તસ્વીરમાં સ્પષ્ટ નજરે જોઈ શકાય કે વૃક્ષોનું બેફામ છેદન થઈ રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે અઠવાડીયાથી આ વૃક્ષોનો લાકડા તેજ જગ્યા પર પડયા છે. ત્યારે એ ગ્રેડ કક્ષાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સી ગ્રેડ કક્ષાની પ્રવૃત્તિ નજરે ચડી રહી . ઉપરાંત યુનિવર્સિટીમાં મોટાભાગના વૃક્ષો હોય છતા તેનો યોગ્ય ઉછેર પર નથી થતો ત્યારે વૃક્ષો કપાતા સ્પષ્ટ નજર જોઈ શકાય છે.