અધિકૃત રીતે ન્યારા એનર્જીનું નવું નામકરણ કરાતા કંપનીએ તેનો નવો લોગો જાહેર કર્યો છે. આ લોગો પ્રવાહિતા, આશાવાદ અને કનેકિટવીટી જેવા ગુણોથી પ્રેરીત છે. લોગોની ઉપર વ્યાપેલુ જણાતું સ્તર સહયોગ અને એકતા દર્શાવે છે. તે એક ઉત્કૃષ્તા પણ દર્શાવે છે જે વર્તમાન અને ભવિષ્ય કેન્દ્રિત છે. નવો લોગો ન્યારા એનર્જીનું વિઝન પણ દર્શાવે છે જે કદ અને ઉત્કૃષ્ટ કામગીરી દ્રષ્ટીએ કંપનીને વૈશ્ર્વિક સ્તરે લઈ જવાનું વલણ દર્શાવે છે અને એ દ્વારા એક નવા યુગનો પ્રારંભ કરે છે. બ્રાન્ડના રંગો કંપનીના નૈતિક મૂલ્યો અને પર્યાવરણ તરફની નિષ્ઠા દર્શાવે છે.
આ પ્રસંગે વાત કરતા નયારા એનર્જીના સીઈઓ બી.આનંદ જણાવે છે કે, અમે હવે અધિકૃત રીતે નયારા એનર્જી છીએ. નવી કોર્પોરેટ ઓળખમાં કંપનીની મહેચ્છાઓ તથા સહભાગી સમુદાય માટે અસાધારણ અને અત્યાર સુધી વણખેડયા પરિણામો આપવાની મહત્વપૂર્ણ, વર્તણુક પ્રતિબિંબીત થાય છે. બ્રાન્ડ ન્યારા સમગ્ર વેલ્યુ ચેઈનમાં અસાધારણ પરીણામો હાંસલ કરવાની, પર્યાવરણની અસરો લઘુતમ રાખવાની, ખેવના ધરાવતો સ્વભાવ દર્શાવી આજે અને આવતીકાલે ઉત્કૃષ્તા તરફ લઈ જવાની ધગશ દર્શાવે છે. અમે નયારા એનર્જીના ભાવિ અંગે ખુબ જ રોમાંચિત છીએ અને અમને આત્મવિશ્ર્વાસ છે કે અમે વિશ્ર્વ સ્તરની પ્રોડકટસ અને સર્વિસીસ પુરી પાડવાનું ચાલુ રાખીશું.