એક વખત ચાર્જ કરવાથી ઇલેકટ્રીક બસ ર૦૦ કી.મી. ની રેન્જ સુધી દોડશે
પ્રદુષણમુકત પર્યાવરણ માટે ઇ-વાહનો યોગ્ય વિકલ્પ છે. ત્યારે ઇ-વાહનોનું મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછું આવે છે. જો કે ઇ-વાહનો લાવવા સરકારી યોજનાઓ પણ બનાવવામાં આવી છે. પરંતુ આ પૂર્વ ચીની ઓટો જાયન્ટ કંપની બીવાયડી સાથે મળીને ગોલ્ડસ્ટોન ઇન્ફોટેકે ભારતનાં અર્બન ઇલેકટ્રીક બસ ‘ઇબઝ કે ૬’ લોન્ચ કરી છે.
૭ મીટર લાંબી હાઇ ફલોર બસને એક વખત ચાર્જ કરવાથી તે ર૦૦ કી.મી. ની રેન્જ સુધી દોડી શકશે. જે અર્બન એરીયાના એક વિસ્તારથી બીજા ગીચોગીચ વિસ્તારમાં પણ સેવા આપી શકશે. ઇલકેટ્રીક બસોનું નિમાર્ણ ભારતમાં જ થશે. અને નેપાળ જેવા દેશોમાં ભારત ઇ-બસોની નિકાસ પણ કરશે. ઇલેકટ્રીક બસોમાં લિથીયમ લોન ક્રોસફેટની બેટરીનો ઉપયોગ કરવામાં આવશે.
કારણ કે ફેસ્ફેટ બેટરી માટે વિશ્વવિખ્યાત કંપનીઓમાં સ્થાન ધરાવે છે.બેટરી પાવર અને ઇલેકટ્રીક મોટર ર૪૧ બીચેઅપી પીક-અપ પાવર આપશે. અને ૧૫૦૦ એન.એમ. પીક ટોરકયુ સાથે રહેશે. ભારતના કોર્મશીયલ વાહનોના નીતી નિયમોના આધારે ઇ-બસની મહત્તમ સ્પિડ ૮૦ કી.મી. પ્રતિ કલાકની ગતિ સુધી સીમીત રહેશે. બસમાં રિજનેરટ અને કિસ્ક બ્રેક રહેશે. જે બસના પાવનને નિયંત્રણ કરવામાં પણ મદદરુપ બનશે.
ગોલ્ડસ્ટોન બીવાયડી ઇ-બેઝ કે ૬ એબીએસ સ્ટાન્ડર્ડ સાથે આવશે. ઇ-બઝની ખાલી બેટરીને ફુલ ચાર્જ કરવા માટે ૪ કલાકનો સમય લાગશે અને તેમાં એસીથી કવીક ચાર્જીરનો પણ ઉપયોગ થઇ શકશે. વધુ સુવિધા માટે બસના ચારે ખુણે એર સસ્પેન્ડન લગાવવામાં આવ્યા છે. બીવાયડી ભારતમાં જ તેના વાહનો માટેની બેટરીનું ઉત્પાદન પણ કરવા માગે છે. ગોલ્ડ સ્ટોનના એકઝીકયુટીવ ડાયરેકટર નાગા સત્યમ જણાવે છે કે ભારત સરકાર પણ ઇ-બસોનું ઉત્પાદન કરવાની યોજના લાવવા માંગે છે. અને સીએનજી અને ડીઝલ કરતા ઇ-બસો સુવિધાજનક અને વ્યાજબી પણ છે.