મેડિકલમાં પ્રવેશ મેળવવા કેટલીક ખાનગી કોલેજોમાં કટ-ઓફમાં ઘટાડો
ચાલુ વર્ષે મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા નગનતા વિર્દ્યાથીઓને કટ-ઓફમાં કોમ્પીટીશન કરવી પડે તેવી સ્થિતિ છે. તો સામાપક્ષે રાજકોટ, જામનગર, વડોદરા, સુરત સહિતની મેડિકલ કોલેજોની બેઠકોમાં વધારો તા વિર્દ્યાથીઓને રાજય બહાર પ્રવેશ માટે દોડવું નહીં પડે. ઉપરાંત કેટલીક ખાનગી કોલેજોમાં કટ-ઓફમાં ઘટાડો કરવામાં આવે તેવા નિર્દેશો પણ મળી રહ્યાં છે.
મેડિકલ પ્રવેશ માટે નેશનલ એલીઝીબીલીટ કમ એન્ટ્રેસ ટેસ્ટના પરિણામો જાહેર થઈ ચૂકયા છે ત્યારે એડમીશન કમીટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો કે કટ-ઓફ માર્કમાં થોડો વધારો થયો છે જો કે સામાપક્ષે રાજયની મોટાભાગની મેડિકલ કોલેજોમાં સીટોનો વધારો થયો હોય ચાલુ વર્ષે વધુ વિર્દ્યાથીઓનો મેડિકલમાં પ્રવેશ શકય બનશે.
વધુમાં એડમીશન કમીટીના જણાવ્યા મુજબ આ વર્ષે જુદી જુદી ૨૪ મેડિકલ કોલેજોમાં કુલ ૪૨૦૦ બેઠકોમાં મેડિકલ પ્રવેશ આપવામાં આવશે. મેડિકલ કોલેજોમાં હાલ જામનગર મેડિકલ કોલેજમાં ૫૦ બેઠકોના વધારા સાથે કુલ ૨૫૦ સીટ, સુરત મેડિકલ કોલેજમાં ૧૦૦ સીટોના વધારા સો ૧૫૦ માંથી ૨૫૦, વડોદરા મેડિકલ કોલેજમાં ૧૮૦ બેઠકોમાંથી ૨૫૦ બેઠકો થઈ છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં જનરલ કેટેગરીમાં મેડિકલ પ્રવેશ માટે બીજે મેડિકલ કોલેજમાં ૫૫૭ માર્ક, વડોદરામાં ૫૧૨, સુરતમાં ૫૦૦, રાજકોટમાં ૪૭૫, જામનગરમાં ૪૭૪ કટ-ઓફ માર્ક રાખવામાં આવ્યા હતા. જો કે ચાલુ વર્ષે ખાનગી કોલેજોમાં કટ-ઓફ માર્ક નીચા રાખવામાં આવે તેમ હોવાનું સુત્રોએ અંતમાં ઉમેર્યું હતું.