પુણેના કોલમીસ્ટ સૈફાલી વૈદ્યના ફોટા સો છેડછાડ કરી ટ્વીટ કરવા બદલ ગુનો દાખલ
આખાબોલા અને સરકાર વિરુધ્ધ બાયો ચઢાવનાર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ફેક સમાચાર વાયરલ કરવા બદલ બરાબરના ફસાયા છે. કારણ કે, પુણેના પત્રકાર કોલમીસ્ટ મહિલાએ તેમના વિરુધ્ધ માનહાનીનો દાવો કર્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સોશ્યલ મીડિયામાં પુણેના પત્રકાર અને કોલમીસ્ટ સૈફાલી વૈદ્યના એક ફોટોગ્રાફમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યના, શ્રી શ્રી રવિશંકરના ફોટોમાં છેડછાડ કરી આ ફોટાને ટ્વીટર મારફતે વાયરલ કરતા આ ફેક ન્યુઝ બદલ જીજ્ઞેશ મેવાણી હાલમાં બરાબરના ફસાયા છે.
વધુમાં કોલમીસ્ટ સૈફાલી વૈદ્યએ પુણેના પૌડ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિરુધ્ધ ખોટા સમાચાર ફેલાવા બદલ આઈપીસી કલમ ૫૦૦ અને સેકસન ૬૬-સી મુજબ માનહાની તેમજ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.
જો કે જીજ્ઞેશ મેવાણી પણ કબુલ કરે છે કે તેનાી ખોટા સમાચાર વાયરલ ઈ ગયા હતા. જો કે, તેઓએ ટવીટર પરી આ પોસ્ટને હટાવી દઈ માફી પણ માંગી લીધી હોવાનું જણાવ્યું હતું પરંતુ પુણેના પત્રકાર કોલમીસ્ટ સૈફાલીએ આ મુદ્દે જરા પણ નમતુ જોખવાને બદલે ધારાસભ્ય વિરુધ્ધ માનહાનીનો દાવો તેમજ માનસિક રીતે તેઓને ત્રસ્ત કરવા બદલ ગુનો દાખલ કરાવ્યો હતો.