વિશ્ર્વની પ્રચલિત ટેકનોલોજી ઈલેકટ્રો મસલ્સ સ્ટિમ્યુલેશન ડિવાઈસ પ્રથમવાર રાજકોટમાં: ખાસ પ્રકારના કપડા પહેરી માત્ર ૨૦ મિનિટમાં જ કેલેરી બાળી શકાશે
શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે લોકો ઘણા રસ્તા અપનાવતા હોય છે. સવાર-સાંજ વોકિંગ, રનિંગ, સાયકલિંગ કે પછી યોગા કરીને લોકોને ફિટ રહેવાના પ્રયાસ કરતા આપણે જોયા છે. આ બધાની વચ્ચે નવી પેઢી જિમ તરફ વળી છે અને રાજકોટમાં યુવા પેઢી ઉપરાંત પોતાના શરીર પ્રત્યે સભાન રહેતા તમામ લોકોની અપેક્ષાઓ પુરી થઈ શકે તે માટે એક અત્યાધુનિક જિમ શરૂ થયું છે. આ જિમ અમિન રોડ પાસે અક્ષર માર્ગ ઉપર વાલકેશ્ર્વર એપાર્ટમેન્ટની સામે ક્રિએટિવ મોટર્સની ઉપર પહેલા માળે શરૂ થયું છે અને તેનું નામ જ ઈઝી જિમ છે જયાં કોઈપણ વ્યકિત આસાનીથી પોતાને ફિટ રાખી શકે છે.
આ વિશે વધુ માહિતી આપવા માટે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં જિમના સંચાલક સિઘ્ધાર્થ ગજરાએ કહ્યું હતું કે, આ જિમમાં ઈલેકટ્રો મસલ સ્ટિમ્યુલેશન નામનું ડિવાઈસ રાખવામાં આવ્યું છે જે હંગેરીની કંપની પાસેથી લીધું છે અને તે દ્વારા પ્રમાણિત છે. આ ડીવાઈસ ખાસ પ્રકારના જેકેટ અને શોર્ટ્સ સાથે જોડાયેલું હોય છે અને તેમાં શરીરના દરેક મસલ્સ માટેના સેન્સર હોય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ અંતરીક્ષયાત્રીઓ ઝીરો ગ્રેવીટી દરમિયાન કરે છે. ઘણા રમતવીરો પણ કેલેરી બાળવા માટે તેનો ઉપયોગ કરે છે. વિશ્ર્વના ૪૦ દેશોમાં આ પઘ્ધતિ પ્રચલિત બની છે હવે તેનો ઉપયોગ ભારતમાં શરૂ થયો છે. આ ટેકનોલોજીનો ઉપયોગ એક અઠવાડિયામાં એકવાર માત્ર ૨૦ મિનિટ જ કરવો પડે છે. આ માટે જરૂરી સ્ટેમીના પ્રાપ્ત થઈ જાય તો અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ કરી શકાય છે.
મૌલિક પટેલે કહ્યું હતું કે, આ જિમમાં દરરોજ આવવાની જરૂર નથી. અઠવાડિયામાં માત્ર એક વખત આવીને તમારા શરીરને ફિટ રાખી શકાય છે. આ જિમમાં અમે ખાસ પ્રકારના કપડા આપીએ છીએ જે વર્ક આઉટ દરમિયાન પહેરવાના હોય છે. અમે અહીં આવનારને વર્ક આઉટ પૂર્વે અને વર્ક આઉટ પછી જરૂરી પ્રોટીન્સ આપીએ છીએ. સામાન્ય જિમમાં ૫ થી ૬ કલાક કસરત કરવાની બદલે અહીં માત્ર ૨૦ મિનિટ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી વધુ કેલેરી બાળી શકાય છે.
આ જિમમાં ડંબેલ્સ, બારબેલ્સ, જિમ બોલ અને કાર્ડિયો ક્રોસ ટ્રેનર જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. આ જિમ ભાઈઓ અને બહેનો બન્ને માટે છે અને તે સવારે ૭ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ૧૮ વર્ષથી ઉપરના કોઈપણ આ જિમમાં જોડાઈ શકે છે. જો કોઈ પોતાના ઘરે આ પ્રકારની ટેકનોલોજી વાપરવા ઈચ્છે તો તેની સુવિધા પણ છે.