કોર્પોરેશન સહિત વિવિધ વિભાગોના રૂ.૧૩૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રીને રૂબરૂ આમંત્રણ પાઠવતા મેયર
મહાપાલિકાના ૧૨૦૦ આવાસ, મહિલા સ્વીમીંગ પુલ અને શેઠ હાઈસ્કૂલના નવા બિલ્ડીંગના લોકાર્પણ ઉપરાંત અલગ-અલગ વિભાગોના ૧૩૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા માટે રાજકોટ પધારવા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાંધીનગર જઈ રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
આ અંગે મેયરે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ૧૨૦૦ આવાસ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલા સ્વીમીંગ પુલ અને શેઠ હાઈસ્કૂલના નવા બિલ્ડીંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. જેના લોકાર્પણ ઉપરાંત અલગ-અલગ પાંચ ગાર્ડનના ખાતમુહૂર્ત તથા વોર્ડ નં.૧૮માં ૩ ઈએસઆર-જીએસઆર સહિત મહાપાલિકાના રૂ.૯૫ કરોડના વિકાસ કામો, શહેર પોલીસના રૂ.૪.૪૭ કરોડ, રૂડાના ૯.૬૭ કરોડ, માર્ગ અને મકાન વિભાગના ૨૦.૮ કરોડ સહિત ૩૦ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાંધીનગર જઈ રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવશે.