૪૧ વિદ્યાર્થીઓને બોગસ ડીગ્રીના આધારે એડમિશન આપ્યાની કબૂલાત: કોલેજની બેનંબરી આવક અંગે આઇટીને જાણ કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોમિયોપેથી ભવનના ડીનની ડીગ્રી કૌભાંડમાં પોલીસે ધરપકડ કર્યા બાદ તેની સાથે સંડોવાયેલા બે શખ્સોની એસઓજી સ્ટાફે ધરપકડ કરી છે.
બિહાર અને દિલ્હીની યુનિવર્સિટીની બોગસ ડીગ્રી તૈયાર કરી ૪૧ જેટલા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોમિયોપે બી.એ.ડાંગર કોલેજમાં એડમિશન મેળી લાખો ‚પિયાના કૌભાંડ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ પર રહેતા રવિરાંદલ પાર્ક પાર્કમાં રહેતા અને બી.એ.ડાંગર કોલેજના પ્રિન્સિપાલ અજીતાભ રમેશચંદ્ર જોષીની ધરપકડ કરી તેની પૂછપરછમાં કોલેજના ટ્રસ્ટી જનક લાભુ મેતા અને દિપક બચુ ડાંગરની સંડોવણી બહાર આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ડીગ્રી કૌભાંડમાં વિદ્યાર્થી દીઠ રૂ ૩ થી ૪ લાખ વસુલ કરી બોગસ ડીગ્રી આપવામાં આવતી હોવાનું અને આવી ડીગ્રી ૩૩ ડાંગર કોલેજ, ૭ ગરેચા કોલેજ અને એક અમરેલી કોલેજમાં આપી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ૪૧ વિદ્યાર્થીઓ સામે પણ ગુનો નોંધ્યો છે.