પરશુરામ શરાફી સહકારી મંડળી લી.રાજકોટની વર્ષ ૨૦૧૭/૧૮ની ૨૩મી વાર્ષિક સાધારણ સભા મંડળીના ચેરમેન કૌશિકભાઈ સી.શુકલના અધ્યક્ષ સ્થાને કે.મા.દવે તથા જ.જ.પાઠક સમસ્ત બ્રાહ્મણ બોર્ડિંગ, ૬-રજપુતપરા ખાતે યોજાઈ હતી. સંસ્થાના ચેરમેન કૌશિકભાઈ સી.શુકલએ જણાવેલ કે મંડળી મહતમ વ્યાજ થાપણદારોને ચુકવે છે. મંડળીના કાર્યકારી ભંડોળનો ઉપયોગ કરી મંડળીએ વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૫૦,૨૫,૩૦૩/- નો નફો કરેલ છે. ચાલુ સાલ મંડળીના રીઝર્વ ફંડમાં ૧૨%નો વધારો થાપણમાં ૮%નો વધારો ધિરાણમાં ૪૨%નો વધારો તેમજ નફામાં ૧૮%નો વધારો થયેલ છે.
મંડળીની પરંપરા તેમજ સામાજીક જવાબદારી સમજી સમાજમાં નિ:સ્વાર્થ તેમજ નિ:શુલ્ક રાહે કામ કરતી સામાજીક સંસ્થાઓ વિવેકાનંદ યુથ કલબ કે જે અનુપમભાઈ દોશી તેમજ તેમની ટીમ અન્ય સંસ્થા કે જે ફિડ્રમ યુવા ગ્રુપ જે ટીમના સંચાલકો ભાગ્યેશભાઈ વોરા, રસિકભાઈ મોરધરા, પ્રવિણભાઈ ચાવડા, મનોજભાઈ ડોડીયા તેમજ ડો.સંજયભાઈ પારેખને શીલ્ડ તથા બંને સંસ્થાઓને રૂ.૫૦૦૦ + ૫૦૦૦ના પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.
આ તકે મંડળીના ચેરમેન કૌશિકભાઈ સી.શુકલએ મંડળીના પ્રમુખ સ્થાનેથી સભાસદો માટે ગુજરાતની કોઈ કો.ઓપ.બેંક કે કો.ઓપ સોસાયટીમાં ન હોય તેવી વિમા યોજનાની જાહેરાત કરેલ જેને સૌ સભ્યોએ વધાવી હતી.આ કાર્યક્રમમાં સંસ્થાના ડિરેકટરો જોઈન્ટ માનદ એમ.ડી.સુધીરભાઈ જે.પંડયા, સુરભીબેન જે.આચાર્ય, મધુબેન પી.ત્રિવેદી, પરાગભાઈ શાહ તથા ડીપોઝીટરો મધુભાઈ દવે, બ્રહ્મ સમાજનાં પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પંડયા, પ્રભુભાઈ ત્રિવેદી, જયરાજભાઈ ડેડાણીયા, કિશોરભાઈ સખરાણી, ચંદુભાઈ માણેક, એડવોકેટ મહેશભાઈ ત્રિવેદી, નોટરી જયેશભાઈ જાની, સુરેશભાઈ મહેતા, દિપકભાઈ ત્રિવેદી સોમનાથભાઈ દવે, એચ.એન.વ્યાસ, પ્રવિણભાઈ ચાવડા (જય સોમનાથ) તેમજ અન્ય સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મેનેજીંગ ડિરેકટર દિપકભાઈ પંડયાએ અને આભારદર્શન મંડળીના જોઈન્ટ મેનેજીંગ ડિરેકટર સુધીરભાઈ પંડયાએ કર્યું હતું.