ફરારી ૨૫૦ રેસિંગમાં સ્વર્ણિમ ઇતિહાસ ધરાવે છે

લકઝરીયસ કારના શોખીનો કવોલીટીની સામે કિંમતનો ગણતા નથી. ત્યારે ફરારી ૨૫૦ જીટીઓની કિંમતોએ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. ફરારી ૨૫૦ જીટીઓ રૂ ૪૬૯ કરોડની વિશ્ર્વની સૌથી મોંધી કાર બની છે. ૧૯૬૩ ની રેર એડિશન ફરારી ૪૧૫૩ જીટી ચેસીસ નંબર ધરાવે છે. આ શાનદાર કારની ૪૬૯ કરોડમાં ખરીદી કરનાર એક અમેરિકન ફરારી કલેકટર ડેવીડ મેકનીલ છે. અને કારની એસેસરીઝ બનાવતી કંપની વેધર ટેકના સીઇઓ છે સારી કલાસીક કાર હંમેશા સારી કમાણી કરાવે છે. રોકાણની દ્રષ્ટિએ પણ રોયલ કાર સુરક્ષિત વિકલ્પ છે. ટોપ મોંધી કારમાં ફરારી ૨૫૦ ટોચ પર છે. રોયલ ફરારીનું લુક અને ડીઝાઇન ખરેખર શાનદાર છે. તેમા પણ ફરારીનો લાલ રંગ તેનો આઇકોન બની ગયો છે.

જો કે ફરારી ૨૫૦ નો રંગ ફેકટરીઐ સિલ્વર કલર આવ્યો હતો. આ કાર રેસિંગની દુનિયામાં પણ સ્વર્ગ ઇતિહાસ ધરાવે છે. ૧૯૬૪ માં આ ફરારી ટુર દે ફ્રાન્સનું ટાઇટલ મેળવી ચુકી છે.

તેને સ્વતંત્ર બેલ્જીયનના બિજેન્ટુ રેસર ઇકયુટી ફ્રાન્ડોચેમ્પે ચલાવી હતી. ત્યારબાદ ૧૯૬૩ આફિકામાં મા લી માન્સે એન્ગલોન ગ્રાન્ડ વિશ્ર્વમાં રેસમાં દોડાવી હતી. ફરારી ૨૫૦ જીટીએ તમામ ફરારીઓમાંથી બેસ્ટ વર્ઝન છે. ૨૫૦ જીટીઓ ૩૦૦ બીએપી સાથે ૩ લીટર ફયુલની ક્ષમતા ધરાવે છે. જયારે ૧૯૬૩ નાં કારનું લોન્ચીંગ થયું ત્યારે એમરિકામાં ૧૮૬ ડોલર સુધી તેનું વેચાણ થયું હતું. ત્યારે તાજેતરમાં જ બાઇકની વાત આવે ત્યારે હાર્લી ડેવિડસનનું બ્લુ એડિસન સૌથી મોંધુ બાઇક રહ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.