અમેરિકાના કલાસ ગુરુકુલમાં વચનામૃત દ્વિશતાબ્દી નિમિત્તે પાઠ પૂજન: રાજકોટ ગુરુકુલથી શાખાનું થશે ઉદ્ધાટન
રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુલની અમેરીકા- કલાસ શાખાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. એ સાથે સ્થાનીક ભકતો દ્વારા અધિક મહિનામાં વીક એન્ડ ડે માં વિશેષ સત્સંગ તથા ભજન ભકિતનું આયોજન ચાલી રહ્યું છે.
ભગવાન સ્વામીનારાયણ પ્રબોધિત શ્રી વચનામૃત ગ્રંણરાજની દ્વિશતાબ્દી સને ૨૦૧૯ માં દેશ વિદેશમાં ઉજવાશે. એ પૂર્વે રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુલના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીના આદેશાનુસાર કલાકસ સ્વામીનારાયણ ગુરુકુલ ખાતે ભકતોએ વચનામૃતના પાઠ સાથે મનન અને ચિંતનનો વિશેષ કાર્યક્રમ યોજેલ હતો.
અમેરીકાના ટેકસાસ રાજયના ડલાસ સીટી ખાતે સ્વામીનારાયણ ગુરુકુલમાં ભાવિકોને સત્સંગ લાભ આપતા શ્રી શાંતિપ્રિયદાસજી સ્વામીએ કહ્યું હતું કે વચનામૃત ગ્રંથમાં કેળવ ભગવાન શ્રી સ્વામીનારાયણ સર્વ શાસ્ત્રોના સાર સ્વરૂપે વહાવેલી વાણી છે. એમણે આપેલા કાળમાં કરાઇ.
નહિને લક્ષ્ય ચુકાય નહિ તેવા છે. એ શબ્દોથી વીંચાઇ ગયેલાને શબ્દને વીંધીને આરપાર નીકળી ગયેલા નંદ સંતો મુકતાનંદસ્વામી, ગોપાલનંદ સ્વામી, નિત્યામંદ સ્વામી તથા શુકાનંદ સ્વામીએ ભવાન સ્વામીનારાયણ જે તે સમયે ઉચ્ચારેલ વાણીને ગ્રંથસ્થ કહી લીધેલી છે. જે આજે આપણને સહેજે ઉ૫લબ્ધ બની છે.
આ પ્રસંગે ભવતપ્રસાદદાસજી સ્વામીએ કહ્યું હતું કે ભગવાન સ્વામીનારાયણ સૌરાષ્ટ્રમાં વીતાવેલ ૩૦ વર્ષમાં ૧૦ અધિક માસ આવેલ તેમાં વચનામૃત લખાયાએ દસ વરસમાં ૪ અધિક માસ આવેુલ. તેમાં એક અધિક માસ સંવત ૧૮૭૬ સને ૧૮૧૯ માં આવેલ તે અધિક માસ જેઠમાસ હતો તે ત્યારે ગઢડા પ્રથમ પ્રકારનું ૭૬મું વચનામૃત કહેવાયું છે. આ વર્ષે પણ જેઠ માસ અધિક માસ છે. જેમાં ભજન તપ વ્રત પુણ્ય સ્નાન યાત્રાનું વિશેષ ફળ મળતું હોય છે.
આ પ્રસંગે તરવડા સ્વામીનારાયણ ગુરુકુલથી ત્યાગવલ્લભદાસજી સ્વામી,જુનાગઢ ગુરુકુલથી જગતપ્રકાશદાજસ સ્વામી, હૈદરાબાદ ગુરુકુળથી શ્રુતિ પ્રકાશદાસજી સ્વામી વગેરે સંતો તેમજ ધીરુભાઇ બાબરીયા, ભરતભા સુહાગીયા, હરેશભાઇ રામાણી, બાબુભાઇ બાબરીયા, જીતુભાઇ કુનડીયા, રાવજીભાઇ પટેલ, હીમતભાઇ વાઘેલા વગેરે ભકતોએ લાભ લીધેલ હતો.