કેપ્ટન હરમનપ્રીતના ઓલરાઉન્ડર દેખાવની મદદથી ભારતીય મહિલા ટીમે ટી૨૦ એશિયા કપમાં સોમવારે થાઈલેન્ડને ૬૬ રનથી હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી. ભારતે કુઆલાલ્મપુરમાં રમાયેલી આ મેચમાં ૪ વિકેટ ગુમાવીને ૧૩૨ રન બનાવ્યા હતા જેના જવાબમાં થાઇલેન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૬૬ રન બનાવી શકી હતી.
ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ મલેશિયાને માત્ર ૨૭ રનમાં ઓલઆઉટ કરીને પોતાનો પ્રથમ મેચ ૧૪૨ રને જીત્યો હતો.
પંજાબની ૨૯ વર્ષીય ઓલરાઉન્ડર હરમનપ્રીતે બેટિંગની સાથે બોલિંગમાં કમાલ કર્યો. તેણે ૧૭ બોલમાં ૩ ફોરની મદદથી ૨૭ રન ફટકાર્યા.
તેણે અનુજા પાટિલ સાથે ચોથી વિકેટ માટે ૪૯ રનની ભાગીદારી કરી. બોલિંગમાં પણ તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહી. તેણે ૩ ઓવરમાં માત્ર ૧૧ રન આપીને ૩ વિકેટ ઝડપી.
આ શાનદાર પ્રદર્શનને કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.