વોડાફોન ઇન્ડિયા અને આઇડીયા મર્જરની તૈયારીમાં
ટેલિકમ્યુનીકેશન કંપની આઇડીયા સેલ્યુલરે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીફોન પાસેથી વિદેશી રોકાણનું સ્તર વધારવાની મંજુરી મેળવી લીધી છે. હાલ આઇડીયા ૬૭.૫ ટકા ફેરિન ડાયરેકટ ઇનેવસ્ટમેન્ટમાંથી ૧૦૦ ટકા સુધીનુ લંબાવી દેવાશે. આઇડીયાને એફડીઆઇની મંજુરી વોડાફોન અને આઇડીયાના મર્જર માટે લાભદાયક સાબિત થશે. જો કે આઇડીયાને સેબી એનએસઇ, બીએસસી, સીસીઆઇ અને એનસીએલટીની મંજુરી મળી ચુકી છે.
આઇડીયા અને વોડાફોન ઇન્ડિયા તેના બિઝનસના મર્જર માટેની પ્રક્રિયા કરી રહી છે. સુત્રોના આધારે ટેલીકોમ ડિપાર્ટમેન્ટ તરફથી મર્જરની મંજુરી ફાઇનલ સ્ટેજમાં છે. મર્જર બાદ તે ભારતનું સૌથી મોટી ટેલીફોન કંપની બનશે. અને ટેલીકોમ કંપનીની હરોળમાં રિલાયન્સ જીયો અને ભારતી એરટેલની હરીફાઇ કરશે. આ પુર્વ આઇડીયાએ કંબાઇન એનટીટીનું સંયુકત નામ વોડાફોન આઇડીયા લીમીટેડ રાખ્યું હતું, પરંતુ ૨૬મી જુને કંપનીની જનરલ મીટીંગમાં મર્જર બાદનું નામ નકકી કરાશે.
આઇડીયા આદીત્ય બીરલા સાથે પણ જોડાયેલ છે. એવામાં વોડાફોન ૪૫.૧ ટકા ભાગ લેશે તો આદિત્ય બીરલા ગ્રુપ ર૬ ટકા અને આઇડીયા ૨૮.૯ ટકાના ભાગીદાર બનશે. અને સૌથી લોકપ્રિય રીલાયન્સ જીયો અને એરટેલ સાથે સ્પર્ધા કરશે.