જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલની બીટકોઇન પ્રકરણમાં ધરપકડ થતા બે માસથી રહેલી જગ્યા પર નિમણુંક
અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલની ચકચારી બીટકોઇન પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરતા છેલ્લા બે માસથી ખાલી રહેલી જગ્યા પર આઇબીમાં ફરજ બજાવતા નિર્લિપ્ત રાયની નિમણુંક આપવામાં આવી છે.
અમરેલી એસપી જગદીશ પટેલની ધરપકડ બાદ ડીવાય.એસ.પી. બી.એમ.દેસાઇને ઇન્ચાર્જ તરીકે નિમણુંક આપવામાં આવી હતી. છેલ્લા બે માસથી ખાલી જગ્યા પર આઇબીમાં ફરજ બજાવતા ૨૦૧૦ની બેન્ચના આઇપીએસ નિલિપ્ત રાયની ગૃહ વિભાગ દ્વારા નિમણુંક આપવામાં આવી છે.