ચાલો ….એક સાવ સહલા અને logical પ્રશ્ન થી શરૂઆત કરીયે. માનો કે એક અમેરિકન, કેનેડિયન, ઇંડિયન અને આફ્રિકન ને એક જ રૂમ માં 2 કલાક સુધી એકલા બેસાડવા માં આવે તો એ શું કરશે ?. Any guesses…No?!! Well Ok! Let me answer that “ઇ લોકો ઇંગ્લિશ માં વાત કરશે…”. તો હવે સમજયા ….English ને International language નો દરજો દેવાનું કારણ.
“English may not be necessary in today’s life but it’s really damn important...” “English આજકાલ ની લાઇફ માં જરૂરિયાત હોય કે ના હોય પણ મહત્વનુ તો છે જ”.
કન્ફ્યુસિંગ સ્ટેટમેંટ છે ને ? …….તમને લાગતું હશે કે મારા મગજ ના ચેતાકોષો કામ કરતાં બંધ થઈ ગયા હશે. બાકી આજના જમાનાની ભણેલી ગણેલી છોકરી શું કામ લખે કે ઇંગ્લિશ આજના ગ્લોબલ જનરેશન માં એક જરૂરિયાત નથી..? પણ મેં એમ પણ કીધું કે English જરૂરિયાત હોય કે ના હોય મહત્વનુ તો છે જ.
મારા મતે જરૂરિયાત અને મહત્વતા માં આપણાં માથાના વાળ જેટલો નાનો ફર્ક છે અને તેની ઉપર આપણાં માથાના વાળ ઉપર જેટલું ધ્યાન આપીએ છીએ એટલું જ ધ્યાન આપવું જરૂરી છે.
ઉદાહરણ તરીકે….માનો કે એક માણસ ઉત્તરાખંડ ની ન્યુસ ગુજરાતી ન્યુસ પેપરમાં, ગુજરાતીમાં લખે છે અને એના માટે જે તે પૈસા પણ કમાઈ છે. આ કેસ માં ofcourse તેને ઇંગ્લિશ સિખવાની કોઈ જરૂર નથી બરોબર ?, પણ જો એજ માણસ આજ ન્યુસ English newspaper માં લખે તો તમને શું લાગે છે એના બૅન્ક બેલેન્સ શું ફેર નહીં આવે ?.
આવું થવાનું કારણ શું ? આવું થયું અંગ્રેજી ને કારણે …. કેમ કે હવે તેનું આર્ટિક્લ વાંચતાં લોકો ફક્ત ગુજરાત કે ગુજરાતી પૂરતા સીમિત નથી તેની પ્રતિભાનો લાભ હવે ભારત ના અને બની શકે કે દુનિયાના ના પણ મોટા ભાગ ના લોકો ને મળે છે. તો હવે સમજણું … ગુજરાતી માં લખી ને પણ પોતાનું ગુજરાન અને વ્યવસાય આરામ થી ચલાવી શકતા માણસ માટે અંગ્રેજી એ કોઈ જરૂરિયાત ની વસ્તુ ભલે ના હોય પણ મહત્વનુ નું ત્યારે બને છે જ્યારે તેને પોતાની કાર્યક્ષમતા અને ચેક માં એકાદ બે ઝીરો નો વધારો કરવો હોય. એટ્લે જ અંગ્રેજી જરૂરિયાત હોય કે ના હોય મહત્વનુ નું તો છે જ કેમકે એ તમરી પ્રતિભાનું મહત્વ અને તેની લોકો સુધીની ની પોહોચ બંનેમાં વધારો કરે છે.
અંગ્રેજી દુનિયાની સૌથી થી સરળ ભાષાઓમાં થી એક છે….
હાં, હાં…, સાચે અંગ્રેજી શીખવું એ બીજી કોઈ પણ ભાષા શીખવા કરતાં સેહલું કામ છે. તેના બે કારણો છે
- મર્યાદિત અને સરળ વ્યાકરણ ના નિયમો.
- સરળ ઉચ્ચારણ વાળા શબ્દો.
આ વાત એક સરળ ઉદરહણ થી સાબિત થઈ સકે છે. “CAVALRY ( કેવ – અલ – રી ) કઈ વાંધો આવ્યો બોલવામાં ? નહીં ને ? પણ શું આજ અપેક્ષા એક બ્રિટીશ કે અમેરિકન પાસે “કુરુક્ષેત્ર” બોલતી વખતે રાખી શકું ? નહીં ને .. અંગ્રેજી ના મોટાં ભાગ ના શબ્દો મહત્તમ લોકો માટે ખુબજ જ સરળ રહે છે અને એટલે જ અંગ્રેજી ને સૌથી સરળ ભાષા પણ કહેવાય છે.
English ઇજ અ ફ્ન્ની લેંગ્વેજ…… પણ ક્યારે ???
English ઇસ અ ફ્ન્ની લેંગ્વેજ….આવું શ્રી અમિતાભ બચ્ચન ને નમકહલાલ માં કહેલું તો એ સાચું જ હશે. પણ આવું બને ક્યારે ?. એવું ત્યારે બને જ્યારે અંગ્રેજી વાતચીત ના માધ્યમ થી દેખાડા નું માધ્યમ બની જાઈ. આયા વાતચીત થી મારો મતલબ જાહેર માં લોકો સાથે અંગ્રેજી માં વાત કરવાથી નથી , એને પ્રેક્ટિસ કહેવાય, જે અંગ્રેજી શીખવા માટે ખુબજ જરૂરી છે.
અહિયાં દેખાડા થી મારો મતલબ છે “Accent“ એટ્લે કે બોલી કોપી કરવાની આદત થી છે, હવે મારા જેવી કાઠીયાવાડ માં જન્મેલી અને વર્ષો થી આયા ઉછરેલી છોકરી અચાનક થી જ અહેમદાબાદ ની બોલી બોલવા માંડે કરે લોકો ને હસવાનું કારણ મળે એ સ્વાભાવિક છે.
ઇન્ફેક્ટ હિલરી ક્લિંટન જેવા ઇન્ટરનેશનલ સેલિબ્રિટીએ પણ જ્યારે સાઉથર્ન અમેરિકન એક્સેંટ મિસસીપી માં બોલવાની કોશિશ કરી તો સખત ટીકા નો સામનો કરવો પડ્યો હતો.
તો જ્યારે પણ અંગ્રેજી બોલો ત્યારે ચોખ્ખુ બોલવું અને સ્પષ્ટ બોલવું જેવી રીતે તમે તમારી માતૃભાષા બોલતી વખતે કરો છો.
આવી ઘણી બધી નાની નાની વાતો છે જે અંગ્રેજી બોલતી વખતે ધ્યાન માં રાખવું જરૂરી છે…એટલે કે Do’s (કરવા જેવી ) and Don’ts (ના કરવા જેવી બાબતો ) of English.
Do’s (કરવા જેવી )……
- બને એટલી વધારે પ્રેક્ટિસ કરવી જે સાંભડી, વાંચી અને બોલવા થી ચાલુ કરો.
- બને એટલા નવા શબ્દો નો ઉપયોગ કરવો, આના માટે ડિક્શનરી નો ખર્ચો કરવો પડસે , મહેરબાની કરી ને કરી લેવો.
- બને એટલા વધારે અને અલગ અલગ જગ્યાએ એ થી આવતા લોકો સાથે વાત કરો, આમ કરવાથી તમને અલગ અલગ એક્સેંટ નો આઇડિયા આવસે અને તમારl આત્મવિશ્વાસ માં પણ વધારો થશે.
- બને એટલા સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક્ટિવ રહી ઇંગ્લિશ માં વાતચીત કરો ત્યાં તમને કોઈ નથી ઓડખતું તો કોઈ પણ જાતનો ખચકાટ કે ડર રખિયા વગર પ્રેક્ટિસ પણ કરી સકસો
- હાથ, મોઢા ના હાવભાવ બોલતી વખતે સતત યુઝ માં રાખવા જી તમે તમારી માતૃભાષા બોલતી વખતે કરો છો.
Don’ts (ના કરવા જેવી બાબતો )…..જેમ મેં ઉપર પણ લખ્યું કોઈ ની પણ accent કોપી કરવાનું ટાળો, યાદ રાખો કોપી કરવાનું કામ વાંદરાઓ નું છે એમની પૂંછ વગર ની પેઢી નું નહીં
- અંગ્રેજી બોલતી વખતે કોઈ એક શબ્દ યાદ કરવામાં સમય ના વેડફો એની બદલે કઈક બીજું બોલવાનો પ્રયાસ કરવો.
- ફક્ત લખવામાં અને વ્યાકરણ પર્ફેક્ટ કરવામાં માં ધ્યાન ના આપવું, હાં એ પણ જરૂરી છે તમારી vocabulary(શબ્દકોશ) અને writing skills સુધારસે પણ અંગ્રેજી બોલવા માટે અંગ્રેજી બોલવું પડસે you know’ ?.
- અંગ્રેજી બોલતી વખતે ખચકાટ, શરમ કે ડર ના રાખવો. જ્યારે પણ બોલો પૂરા આત્મવિશ્વાસ થી બોલો . જેની માતૃભાષા જ અંગ્રેજી છે એમના થી પણ ઘણી વખત ભૂલો થતી હોય છે તો તમે અને હું ભૂલ કરી એ સ્વાભાવિક છે …
અંદર ના ડર ને મારો ….ખોટા બાના નઇ મારો….
“ હું તો ગુજરાતી મીડિયમ માં જ પેલે થી ભણેલો/ભણેલી.“
“ હવે મારે શું કામ અંગ્રેજી શીખી ને “
“ અત્યાર સુધી ના સિખું હવે ના આવડે નાના હતા ત્યારે સિખ્યું હોત તો વાત જૂની હતી.”
“ શીખવાનું મન તો ઘણું થાઈ પણ ટાઇમ નથી “
આ બધી વાતો ઘણા બધા અંગ્રેજી સિખવનમાં ના ઇચ્છુક પાસે થી સંભાડેલી તો મને એમ કે સાચું હસે જેને પોતાનું પૂરે પૂરું ભણતર ગુજરાતી મધ્યમ માં પૂરું કર્યું હોય એમના માટે અંગ્રેજી સિખવું પહાડ ચડવા જેવુ જ હસે.. ઉપર થી ગલીએ ગલીએ પાન ના ગલ્લા ની જેમ ઊભરતા સ્પોકેન ઇંગ્લિશ ના ક્લાસ નું કઈ સારું પરિણામ નથી આવતું. આ બધા બાના માં કેટલું તથ્ય છે ને કેટલા બાના એ જાણવા મેં ખુબજ જાણીતા અને માનીતા એવા આલોહા ક્લાસીસ ની મદદ લેવાનું વિચાર્યું.
મારી વાત થોડા દિવસ પેહલા સુરત ના કામરેજ વિસ્તાર માં સ્થિત આલોહા ક્લાસસીસમાં ઇંગ્લિશ સિખવાડતા હીનલ રોહિત નિમાવત સાથે થયેલી. તેમનું કહવું છે કે કોઈ પણ ઉમરમાં ખુબજ સહલાઇ થી અને સારમાસરું અંગ્રેજી સિખી શકે બસ સિખવવાની રીત સાચી હોવી જોઇયે. આલોહા ના બેસિક ટીપી એડવાંસ કોર્સ આના માટે ખુબજ સારું મધ્યમ બની સકે છે.
જ્યારે મેં લોકલ સ્પોકેન ઇંગ્લિશ ક્લાસીસ ના ફેઇલ્યુર નું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે ત્યાં વધારે ફક્ત grammer જ ધ્યાન આપવામાં આવે છે જ્યારે આલોહા જેવા ક્લાસસેસ માં ભાષા ને ધ્યાન માં રાખી શબ્દો નું ચોખ્ખું ઉચ્ચારણ , તેને લાગતાં હાવભાવ અને લગણી સહિત કેમ બોલવું એના ઉપર પણ ધ્યાન આપવામાં માં આવે છે જેના’ માટે ટેક્નોલોજી અને વેલ પ્લાન કોર્સ ની મદદ લેવામાં આવે છે વળી પર્સનલ, સોશિયલ અને ઇન્ટલેક્ચુઅલ લેવલ પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. જેમાં તમારા લૂક્સ, અપ્પ્યરન્સ અને પર્સનાલિટી ડેવલપમેંટ પર પણ’ પૂરતું ધ્યાન આપવામાં આવે છે.
હવે મને નથી લાગતું કે આમાં કાઇ પણ ખૂટે, પાછા હીનલ મેડેમ પોતે ગુજરાતી માધ્યમ માથી ભણી પોતાની ઓળખ આલોહા’ જેવા’ ક્લાસસેસ માં ઇંગ્લિશ ટીચર તરીકે ઊભી કરી શકતા હોય તો તેમના સ્ટુડન્ટ્સ બનવામાં તમારા’ અને મારા જેવા વ્યક્તિઓ ને કઈ પણ બાના ના નડવા જોઇયે કેમ ?.
English સિખવાની તૈયારી કઈ રીતે ચાલુ કરવી.
બીજા દેશ માં રહી તેમનો લહજો સમજી તેમની સાથે અંગ્રેજી માં વાત કરવી એ કાઇ ખાવાની વાત નથી, બહાર વિદેશ માં ભણવામાં રસ ધરાવતા યુવક યુવતીઓ માટે ખુબજ જરૂરી છે. આ કરી બતાવે છે tofel પરીક્ષા ની તૈયારી કરાવતી સંસ્થાઓ
રાજકોટ ના કાલાવડ રોડ પર પંજાબ હોંડા ની સામે Endeavor ક્લાસસેસ ના નિસર્ગ પોપટ સાથે વાત થઈ કે જે દર વર્ષે ઘણા બધા સ્ટુડન્ટ્સ ને tofel જેવી અંગ્રેજી મહાવત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે તેમણે ઘણી મહત્વ પૂર્ણ ટિપ્સ આપી છે જે નીચે મુજબ છેસૌથી પેહલા લોકલ ઇંગ્લિશ કોર્સ કરતાં જાતે અંગ્રેજી ના basics પાક્કા કરવા જેમાં grammer એટલે વ્યાકરણ પર પૂરતો ભાર આપવો.
- Listening (સાંભડવું), Reading ( વાંચવું), writing ( લખવું ) અને પછી speaking (બોલવું).
- પોકેટ ડિક્શનરી હમેશા પોતાની પાસે રાખવી અને બને એટલા નવા શબ્દો શીખવા નો પ્રયાસ કરવો.
- ઘણા બધા વિધ્યાર્થીયો અંગ્રેજી બોલતી વખતે ઉચ્ચારણ માં ખુબજ નાની નાની ભૂલો કરે છે જેમ કે “ શ” અને “સ”, ખોટા વ્યાકરણ નો ઉપયોગ, સાઇલેંટ લેટરનું પણ ઉચ્ચારણ કરવું વગેરે આ બધી ભૂલો ટાળવા માટે રોજ અંગ્રેજી સાંભડવાની અને વાંચવાની પ્રેક્ટિસ રાખવી.
- અંગ્રેજી બોલવાનું ચાલુ કરો તે પેલા ઉપર આપેલી ટિપ્સ પર ધ્યાન રાખી પૂરા આત્મવિશ્વાસ થી બોલવુ…..
પોતાના ઇંગ્લિશ ને અપડેટ કરો…..
જીવંત ભાષા ને જીવતી રાખવા તેને નવા નવા શબ્દો ની ખુરાક આપવી જરૂરી છે.દર વર્ષે અંગ્રેજી ડિક્શનરી ના નવા નવા એડિશન નવા નવા શબ્દો સાથે આવે છે કારણ ? કારણ એટલું જ કે અંગ્રેજી ખુબજ જડપ થી બદલાય છે અને તેની સાથે આપણે પણ ….
અત્યારે અવાર નવાર “ awesome” જેવા શબ્દ નો અર્થ પેલા “બીક લાગે એવું” થતો પણ હવે “ખુબજ જ સરસ” થાઈ છે.૧૯ મી સદીમાં આજ વસ્તુ બની “terrific” શબ્દ સાથે જેનો અર્થ થતો “આતંક થી ભરેલું” .
“Yeah” અને “damn” જેવા શબ્દો જો Shakesphere આ જમાના માં સાંભડયા હોત તો કદાચ પોતાની કબર જાતે ખોદી કાઢત…….. પણ અત્યારના ના જમાના પ્રમાણે એ cool છે અને ભાષા નો ભાગ પણ છે.
તો ઉપગ્રડે કરતાં રહ્યો તમારું English અને પોતાને પણ