સુનંદા પુષ્કરની મોત મામલે ચાર્જશીટની નોંધ લેવા માટે કોર્ટ આજે તેમનો નિર્ણય સંભળાવશે. પોલીસે કોર્ટમાં કેસ સાથે જોડાયેલા ઘણાં મહત્વના પુરાવા અને માહિતીના આધારે કહ્યું છે કે, આ કેસ આત્મહત્યા માટે પ્રોત્સાહન આપવા અને લગ્ન જીવનમાં ક્રૂરતા સાથે જોડાયેલો છે. આ પહેલાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સુનંદા પુષ્કરની ચાર્જશીટને નોંધમાં નહતી લીધી. પરંતુ દિલ્હી પોલીસે આ કેસ સાથે જોડાયેલી મહત્વની માહિતી કોર્ટને જણાવી હતી. તે ઉપરાંત દિલ્હી પોલીસે આ વિશે પુરાવા પણ રજૂ કર્યા છે. હવે આજે કોર્ટમાં નિર્ણય લેવાશે કે સુનંદા પુષ્કરના મૃત્યુ કેસમાં શશી થરુર પર કેસ ચલાવવો કે નહીં.
– ચાર્જશીટમાં ફરિયાદી પક્ષના વકીલે કહ્યું છે કે, સુનંદા અને શશિના લગ્ન જીવનને 3 વર્ષ અને 3 મહિના થયા હતા. બંનેના આ ત્રીજા લગ્ન હતા અને તેમની વચ્ચે ઘણી વખત ઝઘડા થતા હતા. એરપોર્ટ ઉપર પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો તે વાત સુનંદાના ઘણાં મિત્રોએ જણાવી હતી.
– સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે સુનંદા ડિપ્રેશનમાં હોવાના કારણે થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ પણ થઈ હતી. તેની મૃત્યુ વખતે તેની પાસેથી એલપરેક્સની 27 ટેબલેટ પણ મળી હતી. તેણે કેટલી લીધી તે ખબર પડી નથી. તેનું મોત એલપરેક્સના ઝેરના કારણે થયું હોવાનું સાબીત થયું છે.