આપણી કલ્પનામાં હોય કે રણમાં તો જ્યાં જુઓ ત્યાં રેતી જ રેતી હોય !
રણમાં ઉંટા જોવા મળે.પણ લાખોની સંખ્યામાં પંખીઓ થોડાં જોવા મળે ?ઓક્ટોબરી માર્ચની વચ્ચે કચ્છના રણમાં આશરે પાંચથી દસ લાખ સુરખાબ જોવા મળે છે !
કચ્છનું રણ જાણે સુરખાબનગર ! આ પંખીઓ ઝાડ પર માળો નથી બાંધતાં, પણ માટીમાંથી માળો બનાવે છે.
સૌપ્રમ તેઓ અર્ધપ્રવાહી કાદવની ઢગલી કરે છે. પછી તેને લીપી-લીપીને શંકુ આકાર આપે છે. તડકામાં આ ઢગલી સુકાઇને કઠણ ઠઇ જાય છે.આ ઢગલી પર ખાડો કરીને તેઓ ૧ કે ૨ ઇંડાં મૂકે છે અને સેવે છે. હંસની જેમ સુરખાબ પણ ‘ટ’ આકારે અવા મોજાંની કિનાર જેવા આકારે ટોળામાં ઉંડે છે સુરખાબનું કચ્છી નામ છે હંજ.