NEET પરીક્ષાના પરિણામ જાહેર થઇ ચૂક્યાં છે. પરીક્ષાર્થીઓ પોતાના રિઝલ્ટ cbseneet.nic.in પર ચેક કરી શકે છે. NEET Exam એમબીબીએસ/બીડીએસમાં એડમિશન માટે સીબીએસઇ પરીક્ષાઓ કરાવે છે. નીટનું રિઝલ્ટ 5 જૂન, 2018ના રોજ આવવાનું હતું પરંતુ 1 દિવસ પહેલા જ રિઝલ્ટ જાહેર થઇ ગયું છે. મેડિકલ માટે નીટ 2018ની એન્ટ્રન્સ એક્ઝામ 6મેના રોજ લેવામાં આવી હતી. દેશભરમાં તેના 2255 સેન્ટર હતા.
13 લાખથી વધુ ઉમેદવારોએ આપી પરીક્ષા
Central Board of Secondary Education (CBSE) declares the National Eligibility cum Entrance Test (NEET) results 2018 pic.twitter.com/If3J1sC6wm
— ANI (@ANI) June 4, 2018
આ વર્ષે NEETની પરીક્ષામાં 13,26,725 વિદ્યાર્થીઓએ હિસ્સો લીધો, જેમાં 7,46,076 ફીમેલ અને 5,80,648 મેલ કેન્ડિડેટ્સ હતા. આ ઉપરાંત એક ટ્રાન્સજેન્ડર ઉમેદવારે પણ NEETની પરીક્ષા આપી હતી આ પરીક્ષા માટે દેશભરના 136 શહેરોમાં 2225 એક્ઝામ સેન્ટર્સ બનાવવામાં આવ્યા હતા.