કેન્દ્રીય મંત્રી મંડળે રેલવે ડેવલપમેન્ટ ઓથોરીટી સ્થાપિત કરવાના પ્રસ્તાવને આપી મંજૂરી
આવનારા મહિનાઓમાં રેલવે મુસાફરી માટે ભાડામાં વધારો થવાની શકયતાઓ છે. કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે ડેવલપમેન્ટ ઓથોરિટી સ્થાપિત કરવા માટે એક પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. જેનાથી માલ અને યાત્રી ભાડુ નકકી કરવામાં આવશે. આમ, રેલવેની મુસાફરી મોંઘી થવાના એંધાણ છે.
યાત્રી સેંગમેન્ટમાં દર વર્ષે ૩૦,૦૦૦ કરોડ ‚પિયાના નુકસાનનું અનુમાન છે. એક મોટા સુધારાના ‚પમાં નિયામક હાલના બજાર મુલ્યો અને અન્ય પરિબળોના આધાર પર ભાડાની કિંમત નકકી કરવાનું કાર્ય થશે. જેમાં યાત્રીઓની મુસાફરીનો દર પણ સામેલ છે. ખાનગી રોકાણને વધુને વધુ વેગ આપવાના ઉદેશથી એક મોટા ટિકિટ-સુધારા ઉપાયના‚પમાં ઓથોરીટીને ભારતીય રેલવેમાં ફાળો આપવા અને સ્ટેકધારકો (રોકાણકારો) માટે એક મેદાન સુનિશ્ર્ચિત કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે.
એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, આ સુનિશ્ર્ચિ કરે છે કે ખાનગી રોકાણ માટેની નીતીઓ સરકારના બદલવાની સાથે બદલશે નહીં. રેગ્યુલેટર ભારતીય રેલવે માટે કાર્યક્ષમતા અને પ્રદર્શન ધારાધોરણોને સ્થાપિત કરશે અને સુચનાના પ્રસારના સંબંધના પણ કાર્ય કરશે. જેથી કરીને કાર્યોમાં પારદર્શકતા આવી શકે. રેલવે ડેવલપમેન્ટ ઓથોરીટી સ્થાપિત કરવા માટે ૫૦,૦૦૦ કરોડનું ભંડોળ રાખવામાં આવ્યું છે. જે રેલવે અધિનિયમ ૧૯૮૯ હેઠળ કાર્ય કરશે. રેગ્યુલેટર પાસે એક અધ્યક્ષ અને ત્રણ સભ્યો હશે, આ ઉપરાંત તેની પાસે અન્ય ક્ષેત્રના નિષ્ણાંતોને સંલગ્ન કરવાનો અધિકાર હશે. અધ્યક્ષ અને સદસ્યો પાસે પાંચ વર્ષનું કાર્યાલય હશે.