૧૩૮૦ ગાયોના મોત બાદ પોલીસ ફરિયાદ કરી ત્રણને નોટિસ આપી મનપાએ સંતોષ માની લીધો: બેઠક પર લોકોની મીટ
જૂનાગઢમાં તાજેતરમાં ૧૩૮૦ ગૌવંશના મોતનો મામલો બહાર આવતા જ રાજયભરમાં આ મામલે ખળભળાટ મચી જવા પામ્યો છે. મનપા એ પ્રાથમિક દ્રષ્ટીએજ દેખાઈ આવે તેવા કરાર નામામાં મોટાપાયે કરતી હોવાના અહેવાલો તાજેતરમાં પ્રેસ સાથેની વાતચીતમાં મનપાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતુ આ બાબતે ગૌવંશના મોતના પ્રમાણમાં જે સંતોષ કારક કાર્યવાહી મનપા દ્વારા થવી જોઈએ તે હજુસુધી દેખાઈ નથી બીજુ બાજુ સાધુસમાજના વરીષ્ટ સાધુ ગોપાલાનંદ બાપુએ પણ આ બાબતે નારાજી વ્યકત કરી જવાબદારો સામે તાત્કાલીક અને આકરા પગલા લેવા જણાવ્યું છે ત્યારે આજે મળનાર મનપાની ખાસ બેઠક પહેલા વિપક્ષમાંથી ગૌવંશના મામલે કૌભાંડ કરનારાને છોડાશે નહી તેવો સુર સંભળાઈ રહ્યો છે. જયારે દરેક ગૌ પ્રેમીની મીટ આજના જનરલ બોર્ડ તરફ મંડાઈ રહી છે
આ અંગે વધુ વિગત અનુસાર જૂનાગઢ મનપા દ્વારા રખડતા ભટકતા ગૌવંશને સન ૨૦૧૬-૧૭ થી ૨૦૧૮-૧૯ સુધી એટલે કે ગત તા. ૨-૪-૧૮ સુધી મળીકુલ ૨૨૯૫ ગૌવંશને પકડી અલગ અલગ ૬ જેટલી ગૌશાળાઓ ખાતે કરાર ખતથી પ્રત્યેક ગાયના આજીવન નિભાવ ખર્ચ પેટે રૂ.૩૦૦૦ રૂ. નકકી કરી ૫૪૮૮૦૦ લાખ જેવી માતબર રકમ ચૂકવી આપવામાં આવી છે. મનપાના કમિશ્નરે તાજેતરમાં બોલાવેલ પ્રેસ કોન્ફરન્સમાં મનપાના અધિકારીઓને કરાર બાબતે રહેલીભૂલ સહજતાથી સ્વીકારી હતી.
તાજેતરમાં આ મામલે ભારત સાધુસમાજ પણ આકરા મૂડમાં આવી જઈ ભારત સાધુસમાજના પ્રમુખ ગોપાલાનંદ બાપુ તેમજ મોટાપીરબાવા તનસુખગીરી બાપુએ સાધુઓ પણ ગૌશાળા ચલાવતા હોય ગૌ વંશના આવા કમોત કયારેય ન જોવા મળ્યા ન હાવેની વાત ઉચ્ચારી જવાબદારો સામે ઝડપી આકરા પગલા લેવા જણાવ્યું હતુ ગૌ વંશના કમકમાટી ભર્યા મોત જાહેર થતા ગૌ પ્રેમીઓ રીતસર અકલાઈ ઉઠ્યા હતા અનુદાનીત ગૌશાળાઓ સંચાલકો અને અધિકારીઓની બેદરકારીથી ૧૮૮૦ ગૌવંશ મોતને ભેટયા છે.
કોર્પોરેશનના ગૌશાળા તરફના આર્થિક વહીવટોમાં પણ ગેરરીતિ થયાની આશંકાઓ વચ્ચે તેમજ મનપાના તમામ ભ્રષ્ટાચાર મુદે આજે મનપા ખાતે વિરોધ પક્ષની દરખાસ્ત બાદ યોજાનાર રીકવીઝન બેઠકમાંભારે તડાપીટ બોલવાની શકયતા છે. ત્યારે મનપાના શાસકો અને વહીવટી તંત્ર બચાવાની ભૂમિકા ભજવશે એ વાત કમિશ્નર દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં સાબીત થઈ ચૂકી છે હવે સ્પેશ્યલ જનરલ બોર્ડમાં કેટલા કૌભાંડ મુદે શું થાય છે. તે તરફ ગૌ સંસ્થાઓ અને સાધુ સંતોની મીટ મંડાયેલ છે.પ્રમોશન કૌભાંડ, ગ્રીન કૌભાંડ, ગાર્બેજ કલેકશનબીલ કૌભાંડ બાદ કેટલા કૌભાંડ કૌભાંડોની હારમાળા સર્જનાર જુનાગઢ મનપામાં કેટલા કૌભાંડમાં ક્રમશ: ગૌશાળાને મોકલાયેલ ગૌવંશમાંથી ૭૫% ટકા એટલે કે ૧૩૮૦ ગૌવંશ ગૌશાળા સંચાલકો અને કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી કારરે કમોત થયા છે