કેન્દ્ર સરકાર સામેના ખેડુત આંદોલનને સૌરાષ્ટ્રમાંથી ટેકો
દેશભરનાં ખેડુતો કેન્દ્રની સરકાર સામે ૧ થી ૧૦ સુધી આંદોલનો કરી રહ્યા છે. જેનો પ્રથમ પડઘો અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે પડયો છે. અમરેલી જિલ્લાના આરબડી ગામે ખેડુતોએ રસ્તા પર શાકભાજી અને દુધ છાશ વગેરે ઢોળી સરકારનો વિરોધ કર્યો છે. અને સરકાર સામે સુત્રોચ્ચાર કરીને ખેડુતોએ વિરોધમાં સુર પુરાવ્યો છે.
અહી દેશ વ્યાપી ચાલતા આંદોલનના પડઘા અમરેલી જીલ્લાનાં આંબરડીમાં પડયા હતા. અહી અમરેલી જિલ્લાનાં ખેડુત આગેવાન મહેશ ચોડવડીયા સહિત મોટી સંખ્યામાં ખેડુતોએ આંબરડીની બજારોમાં આવીને માર્કેટીંગ યાર્ડમાં વેચવા જતા શાકભાજી અને દુધ, છાશને જાહેર રસ્તાઓ પર મૂકીને સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. શાકભાજી અને ડેરીપ્રોડકટ રસ્તા પર ઢોળી ખેડુતોએ વિરોધ કર્યો હતો. દેશભરમાં ખેડુતો આંદોલન કરી રહ્યા છે. ત્યારે પ્રથમવાર અમરેલીનાં આંબરડીથી સરકાર સામે આંદોલનનો અધ્યાય આરંભ થયો છે.
ખેડુતોને પોષણક્ષમક ભાવ મળતા નથી. દેશ વ્યાપી ચાલતા આંદોલનને ટેકો આપવા આ આંદોલ કરી રહ્યા છીએ.
જેને અમરેલીના ખેડુતોએ પણ સમર્થન આપ્યું હતુ અને રોડ રસ્તા પર શાક ફળ ફળાદી દુધ છાશ સહિતની વસ્તુઓને બજારમાં વેચવાને બદલે રોડરસ્તે ઘા કરી વિરોધ કરી સરકાર સામે સુત્રોચ્ચાર કર્યો હતો. અને સરકારસામે વિરોધ નોંધાવ્યો હતો.