ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન અંગે જવાબદારી સ્વીકારી રાજીનામું ધરી દીધું
કર્ણાટકમાં કોંગ્રેસ માટે એક સાંધે ને તેર તૂટે તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમીટીના વર્કીંગ પ્રેસીડેન્ટ અને વરિષ્ઠ નેતા એસ.આર.પાટીલે પોતાના પદ પરી રાજીનામુ ધરી દીધુ છે. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસના દેખાવી નારાજ વરિષ્ઠ નેતાનું રાજીનામુ પડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
કર્ણાટકમાં ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિ બાદ દોષનો ટોપલો એકબીજા પર ઢોળવાનો દોર શરૂ થયો છે. જેડીયુને સત્તા માટે કોંગ્રેસે ટેકો તો આપ્યો છે પરંતુ પોતાની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જેડીયુને ટેકો આપવામાં વરિષ્ઠ નેતાઓનો મત ન લેવાયો હોવાનું જાણવા મળે છે. સિનીયર કોંગ્રી નેતા એસ.આર.પાટીલને આ મામલે સાઈડ લાઈન કરાયા છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના તુરંત બાદ પાટીલ સાથે ગેરવર્તન થયું હોવાનું પણ જાણવા મળે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં નાયબ મુખ્યમંત્રી તરીકે લીંગાયત સમાજના નેતાને બેસાડવામાં આવે તેવી પોલીસી એસ.આર.પાટીલે બનાવી હતી. જો કે, તેમના આ વિચારનો છેદ ઉડાવી દેવાયો છે. હાલ તો પાટીલે કોંગ્રેસના મવડી મંડળને રાજીનામુ ધરી દીધું છે પરંતુ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે હોવાથી આ મુદ્દે હજુ નિર્ણય લેવાયો નથી. રાજીનામુ સ્વીકારવામાં આવ્યું નથી.