રાજકોટ મનપા આરોગ્ય સમીતી અને સમસ્ત મોઢવણિક સમાજ દ્વારા મોઢવણિક જ્ઞાતિના જ્ઞાતિજનો માટે મુખ્યમંત્રી મા અમૃતમવાસ્તલ્ય કેમ્પ મોઢવણીક વિઘાર્થી ભવન રજપુતપરા ખાતે મેયર ડો. જૈમનીભાઇ ઉપાઘ્યાય અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેનું ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજે દીપ પ્રગટાવીને ઉદધાટન કર્યુ હતું. આ પ્રસંગે શહેર ભાજપ અઘ્યક્ષ કમલેશભાર મીરાણી, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય સમીતીના ચેરમેન મનીષભાઇ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, મીનાબેન પારેખ, અનીલભાઇ પારેખ વિશેષ ઉ૫સ્થિત રહેલ. મોઢવણિક જ્ઞાતિના અગ્રણીઓ મોઢ મહોદયના પ્રમુખ હર્ષદભાઇ શાહ, કીરીટભાઇ પટેલ, મુકેશ દોશી, કેતનભાઇ ગાંધી, મનોજભાઇ વોરા, રશ્મીનભાઇ મહેતા વગેરે હાજર રહ્યા હતા.
આ કેમ્પમાં મોઢવણિક જ્ઞાતિના અગાઉથી ફોર્મ ભરેલા અને મંજુર થયેલા રરપ પરિવારોને સ્થળ પર કાડ કાઢી આપવામાં આવ્યા અને અંદાજિત ૮૦૦ લોકોને તેનો લાભ મળ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનુપમ દોશી કર્યુ હતું. સમગ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુકેશ દોશી, કીરીટભાઇ પટેલ, સંજય મણીયાર, પ્રનંદ કલ્યાણી, કિરેન છાપીયા, સરોજબેન ભાણ, શ્રેયાંસ મહેતા, ભાગ્યેશ વોરા, સુનીલ વોરા, કેતન મેસવાણી, અનુપમ દોશી, હાર્દિક દોશી, કેતન પારેખ સહીતના જ્ઞાતિજનોએ જહેમત ઉઠાવી હતી.