સઘન સફાઇ ઝુંબેશ શરૂ: તમામ વિભાગો એક સાથે મળી અભિયાનમાં જોડાયા
ગણતરીના જ દિવસોમાં ચોમાસા ઋતુનો પ્રારંભ થઇ જશે. ત્યારે શહેરીજનો અનેકવિધ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે વાત કરીએ કચરાની તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનો કચરો એકઠો કરી નિયત સ્થળ પર રાખવામાં આવતો હોય છે પરંતુ જો તે કચરા પર વરસાદી પાણી પડે તો રોગચાળો ફાટી નીકળવાની ભીતી રહે છે. જેને લઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેક વિધ પગલાં લેવામાં આવશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન આરોગ્ય અધિકારી પંકજભાઇ રાઠોડએ જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીના અઘ્યક્ષ સ્થાને એક ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોર્ડીનેશન પ્લાનીંગ કરે છે. જેમાં આગામી ચોમાસા દરમિયાન કોઇપણ જાતનો રોગચાળો ન ફેલાય વોટર લોગીગ ન થાય તે માટે જુદા જુદા ડિપાર્ટમેન્ટ સાથે સંકલ્પ છે જે અન્વયે મુખ્તત્વે વાત કરીએ તો સોલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ખાસ કરીને વોકળા તથા બીજી જગ્યાઓ જયાં વોટર લોગીંગ થાય જયાં પાણી ભરાવાની શકયતા છે. ત્યાં ઝુંબેશના સ્વરુપમાં એક સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. જે બીજી જગ્યાએ ન્યુસન્સ પણ છે અને કચરાના પોઇન્ટ છે ત્યાં પણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે.
સાથે સાથે આજી નદી કેનાલ કે જેમાં જળ સંચય અભિયાન તેનું પણ કલિરિયન્સ હાથ કરવામાં આવ્યું છે. મેલેરિયા વિભાગ દ્વારા ગાડીવેલ ને રિમુવ કરવાની કાર્યવાહી ચાલે છે. ટૂંકમાં જેટલી પણ જગ્યાઓ પર વોટર લોગીંગની શકયતાઓ છે. ત્યાં સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરી કોઇપણ જાતનું પાણી ન ભરાય અને વહેતું રહે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. સાથે સાથે આરોગ્યવાળા એન મેલેરીયા વિભાગ સાથે મળી પ્રિમોન્સુનની આગમચેતી રુપે ખાસ લોકોમાં જાગૃતતા લાવવા માટે રાજકોટ શહેરના લોકો પોતાના ઘર તેમજ આજુબાજુ કોમર્શિયલ વિસ્તારમ)ં કયાંય પણ પાણી ભરાય ન રહે તે માટે નિર્દેશન કરવામાં આવે છે.
આના માટે લોકોને તત્પર કરવામાં આવશે. સાથે સાથે શાળા ખુલશે ત્યાશે શાળાના વિઘાર્થીઓ અને શિક્ષકોને જાગૃતા કરવામાં આવશે જેથી કરીને વરસાદ દરમિયાન અગાસી આજુબાજુ ના વિસ્તારમાં પાણી ભરાય ન રહે બીજું અમારા ર૧ આરોગ્ય કેન્દ્રમાં વરસાદના પાણીને લીધે વોટર બન અને વેકટરબન ડિસિસ થવાની શકયતા છે. તેને અનુલક્ષીને પૂર્તિ માત્રામાં દવાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે સાથે મેલેરીયા વિભાગ દ્વારા વરસાદ પછી જે પાણીના ખાડા અને મચ્છરની ઉત્પતિ રોકવા માટે પુરતા પ્રમાણમાં એન્ટીલાઇવર એકટીવીટી માટે ડ્રગ તેમજ ફોગીંગની દવાઓ ઉ૫લબ્ધ કરવામાં આવશે.
આ માટે લોકોને પુરેપુરા જાગૃત કરવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ તો વરસાદ પડે છે. અને ત્યારબાદ બે વસ્તુની શકયતા રહે છે. એક તો પાણી જન્ય રોગચાળો બીજુ વાગજન્ય રોગચાળો પાણીજન્ય રોગચાળો એ એવી વસ્તુ છે જે વરસાદી પાણીને લીધે જે પાણી નો સ્ત્રોત પ્રદુષિત થાય તો પાણીજન્ય રોગચાળો થવાની શકયતા રહે આ માટે થઇ અમારા ર૧ આરોગ્ય કેન્દ્ર તથા હોસ્પિટલમાં રોજબરોજ ના આંકડાકિય માહીતી આવા કોઇપણ વિસ્તરમાં શકયતા જણાવ તો અમારી રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા દવાનો જથ્થો અને સારવાર આપવામાં આવશે. તે જ રીતે વરસાદ પછી સામાન્ય રીતે પંદરથી વીસ વીસ દિવસ દરમિયાન વરસાદની ઋતુ દરયિમાન વોટર લોગીંગના કારણે મચ્છરની ઉત્પતિ થાય.
અને તેની ઉત્પતિ રોકવા માટે જાહેર સ્થળોએ પેરાડોમેસ્ટીક કામગીરી સાથે સાથે ઘેર ઘેર જઇ ઇન્ટરાડોમેસ્ટીક કામગીરી કરી જે મચ્છર જન્ય રોગચાળો થાય નહી તેના માટે અટકાયતી કામગીરી કરવામાં આવશે. વરસાદ આવે અને વરસાદ બાદ પાણીનો જે નવો શ્રેષ્ઠ સ્ત્રોત આવે છે તેમાં ખાસ ફિલ્ટર કરવું, કનોરીનેટેડ કરતું તથા ઉકાળેલું પાણી પીવું જોઇએ. સાથે સાથે આ ઋતુ દરમિયાન ઉધાળા વાસી ખોરાક ન ખાવા જોઇએ. શાકભાજી અને ફળ ને વહેતા પાણીનાં ધોઇને જ ઉપયોગ કરવો જોઇએ. લોકો જે ખોરાક લે છે તે રાંધેલો તાજો અને ઢાંકેલો જ લેવો જોઇએ. સાથે સાથે લોકોએ પોતાની નૈતિક ફરજ સમજી ને પોતાના ઘર, છજા અને આજુબાજુ કોમર્શિયલ વિસ્તાર તથા સ્કુલમાં પાણી ભરાય ન રહે.
પાણીને વહેતું કરવાની પોતાની અગંત જવાબદારી સમજીને આ કાર્યવાહી કરવાથી વાહકજન્ય રોગચાળો ચોકકસ પણે અટકાવી શકાય છે. વધુમાં જણાવ્યું કે વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે અમારા ર૧ આરોગ્ય કેન્દ્રોમાં પેરામેડિકટલ સ્ટાફ દ્વારા ઘરે ઘરે સર્વે કરવામાં આવશે. સાથો સાથે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન દ્વારા અને મીડીયાના સહકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. તે જ રીતે સ્કુલ ખુલશે ત્યાં મેલેરીયાની ટીમ દ્વારા દરેક સ્કુલમાં જઇ વોટરલોગીંગ વાહન જન્ય રોગચાળા વિશે વિઘાર્થીઓને સમજ આપવામાં આવશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન પર્યાવરણ ઇજનેર એન.આર. પરમારએ જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં ઘરે ઘરે જઇ ગારબેજ કલેકશન કરવા માટે મીની ટીયરો રાખવામાં આવ્યા. મીની ટીપર માફરત બધો કચરો આપણે ત્યાં ટ્રાન્સર્પોટેશન થાય છે. અને ટ્રાન્સપોટેશનથી લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા મોટા વેહિકલ હોવાથી તેમાં ઉ૫રથી પણ બંધ હોવાથી કચરો ઉડે નહીં. અઘ્યતન ટ્રાન્સપોટેશન બનાવવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટેશનના ટ્રક લોર્ડર આવે તે મારફત કચરો નાકરાવાડી નાખવામાં આવે છે. ત્યાં લેમ્પિર સાઇટનું મોટાભાગનું કામગીરી પૂર્ણ થઇ જવાની છે. વરસાદની સીઝન શરુ થવાની છે. ત્યારે ઘરે ઘરે જઇને કચરો એકઠો કરવામાં આવે છે તેથી મોટાભાગે કોઇ મુશ્કેલી આવતી નથી. પરંતુ આખા રાજકોટમાંથી કચરા પેટી નાબુત કરવામાં આવી છે.
વરસાદના કારણે જે ૧૭૦૦ થી ૧૮૦૦ ઓપન પ્લોટ છે તેના માટેનું ઝુબેશ અત્યારે ચાલુ જ છે. જો તેમાં કોઇ પાર્ટી માલીક મળે તો તેની પાસેથી દંડ પથ વસુલીએ છીએ. ઘણા ખરા એવા પ્લોટ છે તેના માલીક મળતા ન હોવાથી તેવા સંજોગોમાં અમે કચરો સાફ કરાવીએ છીએ અને તેનો રેકોર્ડ રાખવામાં આવે છે જયારે માલિકીની જાણ થાય ત્યારે તેની પાસેથી ટેકસમાં પૈસા સ્વરુપે લઇ શકીએ તેવું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યત્વે ચોમાસા દરમિયાન રાજકોટ શહેરના કોમન પ્લોટ ઉપર વધુ ઘ્યાન આપવાના છીએ. અત્યારે આપણે જેસીબી, ડમ્પર દ્વારા જ કામગીરી કરીએ છીએ. હમણાં જ આજી નદીમાં ઝુબેશ ચલાવીને બાવળ તેની વચ્ચેની ચેનલને સ્ટ્રીટ લાઇન કરી દીધી.
તથા ગાંડીવેલનો પણ નિકાલ કરવામાં આવ્યો છે. અત્યારે પૂર્તા વાહનો ઉપલબ્ધ છે પરંતુ જો જરુર પડશે તો તેની સગવડા કરવામાં આવશે. રાજકોટની અંદર કચરો એકઠો કરવામાં આવ્યો હોય તેને સ્ટોર કરવામાં આવતો નથી. આજે જે ઘરેથી કચરો એકઠો કરવામાં આવે છે તે જ દિવસે નાકરાવાડી ખાતે નિકાલ કરવામાં આવે છે. મોટા સીટી એવું થતુ હોય છે.કચરા પેેટી રાખવામાં આવી હોય તો તેમાં કચરો પડયો રહેવાથી કચરો કોહવાઇને જંતુ ઉત્પન્ન થાય અને બિમારી આવે પરંતુ રાજકોટમાં એવું કાઇ છે જ નહી કારણ કે રોજબરોજનો કચરાનો નિકાલ કરવામાં આવે છે વધુમાં જણાવ્યું કે હજુ પણ ૩૦ થી ૪૦ પોઇનટ એવા છે જયાં કચરા પેટી હટાવી દીધી હોવા છતાં પણ લોકો નાખે છે આવા સંજોગોમાં રોજે રોજ ટ્રેકટર દ્વારા કચરો ઉપાડવાની કામગીરી હાલમાં પણ ચાલું છે. દિવસ દરમિયાન એક વખત તેનો નિકાલ કરવામાં આવે છે.