જયારે જ્યારે લકઝરી કારોની વાતો આવે ત્યારે આપણા મનમાં આજ ગાડીઓના વિચારો આવે છે જેમાં ફરારી, મર્સીડીસ, રોઇસરોલ, જેગુઆર, બુગાટી, લેમ્બોર્ગીની વગેરે જેવી સ્પોર્ટ અને લક્ઝરી કારો યાદ આવે છે આ કારો જોવાના દરેક વ્યક્તિ દીવાના હોય છે અને ખરીદવાની ની ઈચ્છા હોય છે પરતું તેનિ કીમત એટલી હોય છે આપણે કલ્પના પણ ન કરી શકીએ.
લેમ્બોર્ગીની કારનું રહસ્ય અને સ્થાપના…
લેમ્બોર્ગીની કંપનીના સ્થાપક ફેરુંચીયોનો જન્મ 16 એપ્રીલ 1916ના રોજ ઇટલીમાં થયો હતો ફેરુંચીયોને નાનપણથી જ મસીનો સાથે ખુબ લાગણી હતી અને લક્ઝરી અને સ્પોર્ટ્સ કારનો શોખ હતો.
જેના કારણે તેઓએ ટેકનીકલ અભ્યાસ પૂરો કરી ઈટાલીયન એર ફોર્સ નોકરી કરવાનું ચાલુ કરી બીજા વિશ્વ યુદ્ધ પછી તેઓએ એક ટેક્ટર બનાવવાની કંપની નાખી હતી. અને આ કંપની એ સારી ચાલવા માડી હતી.
ફેરુંચીયોને નાનપણથી લક્ઝરી અને સ્પોર્ટ કારનો શોખ હતો અને તેને ખરીદતા હતા. ફેરુંચીયો પાસે એક 250જીટી મોડલની ફરારી કાર હતી.
એક સમય ચલાવતી વખતે કારમાં કઈક ટેકનીકલ ખરાબી આવી. જેની ફરિયાદ ફેરારી સર્વિસ સ્ટેસનમાં કરી પરંતુ કોઈ જવાબ ન આવવાને કારણે તેઓએ ફરારીના માલિક એજો ફરારી ને વાત કરી તો એજો ફરારીએ ફેરુંચીયોનીં મશ્કરી કરતા કહ્યું કે કારમાં ખરાબી નથી પરંતુ કાર ચલાવવા વાળામાં ખરાબી છે…. ટેક્ટર બનાવવા વાળાને કારની જાણકારી ક્યાંથી હોય…?
આ વાત સાંભડીને તેને ખુબજ ગુસ્સો આવ્યો હતો અને તેને માનો મન જ નકકી કર્યું હતું કે પોતે એક લક્ઝરી કાર બનવાસે જે દુનિયામાં એક અલગ જ સ્વરૂપ ધારણ કરશે. અને છેલ્લે તેમણે 1963માં 350જીટીવી મોડલની લેમ્બોર્ગીની કાર બનાવી. આ કારનું ખુબજ વેચાણ થવા લાગ્યું હતું. અને આ માત્ર બદલો લેવા માટે લેમ્બોર્ગીની કાર બનાવી હતી.
પરંતુ 1974માં ઈધણની અછત થઈ જેના કરણે લેમ્બોર્ગીની કારનું વેચણ ઘટી ગયું જેના અંતે એમને લેર્બગીની કંપની વેચી નાખી.
1990માં જાકર ફોકસવેગનને આ કંપનીને ખરીદી લીધી હતી અને આજે પણ આ કંપની લેમ્બોર્ગીની કારનું સંચાલન કરે છે.