નર્મદા જળ કળશ પૂજન વિધિ બાદ મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય અને તેમના ધર્મપત્ની આશાબેન ઉપાધ્યાય દંપતીની છેડા છેડી છોડતા પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા
રાજ્ય સરકારશ્રીના સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ ના અનુસંધાને તા.૩૧/૦૫/૨૦૧૮ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાંદરડા તળાવ ખાતે નર્મદા જળ કળશ પૂજન વિધિ કાર્યક્રમ રાખવામાં આવેલ, આ પૂજન વિધિમાં મેયર, ડેપ્યુટી મેયર સહીતના જુદા જુદા ૧૦૮ દંપતિઓ જોડાયેલ હતા.
નર્મદા જળ કળશ પૂજન વિધિ બાદ દંપતીને બાંધવામાં આવેલ છેડા છેડી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બહેન દ્વારા છેડા છેડી છોડવાની પ્રણાલિકા છે, જેના અનુસંધાન મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય અને તેમના ધર્મપત્ની આશાબેન ઉપાધ્યાય દંપતીની છેડા છેડી રાજકોટના પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા બહેન બનીને છોડેલ અને દંપતીને આશીર્વાદ આપેલ મેયર દંપતીએ પણ રીવાજ મુજબ ફૂલ નહી તો ફૂલની પાખડી રૂપે ભાનુબેન બાબરીયાને પ્રસાદીરૂપે ભેટ આપેલ.