ત્રણ દેશની યાત્રાએ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે સિંગાપોરમાં બીજો દિવસ છે. શુક્રવારે પ્રેસિડેન્શિયલ પેલેસમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે સિંગાપોરના રાષ્ટ્રપતિ હલીમા યાકુબ સાથે મુલાકાત કરી હતી. જોઈન્ટ પ્રેસકોન્ફરન્સમાં મોદીએ કહ્યું, સિંગાપોર ભારતની એફડીઆઈનો મુખ્ય સ્ત્રોત છે. ભારતીય કંપનીઓ સિંગાપોરનો ઉપયોગ એક સ્પ્રિંગ બોર્ડ તરીકે કરે છે. માદી આજે શાંગરી-લા ડાયલોગ્સમાં સ્પીચ પણ આપવાના છે. આવું પહેલીવાર થશે કે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન આ સંમેલનનામાં સંબોધન કરવાના છે. નોંધનીય છે કે, મોદીએ સિંગાપોરમાં ગુરુવારે બિઝનેસ સમિટના એક કાર્યક્રમમાં પણ સંબોધન કર્યું હતું.
*જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું મોદીએ?*
*મોદીએ કહ્યું કે, મારુ ઉમળકા ભેર સ્વાગત કરવા માટે હું વડાપ્રધાન લૂંગનો આભાર માનુ છું. ભારત અને સિંગાપોરનો આધાર બંને દેશોનો એકબીજા પર વિશ્વાસના આધારે છે. અમે આજે ભવિષ્યના રોડમેપ વિશે વાત કરી છે.
*મને ખુશી છે કે, કોમ્પ્રિહેન્સિલ એગ્રીમેન્ટનો બીજી વખત રિવ્યુ કરવામાં આવ્યો છે. બંને દેશ એ વાતથી સહમત છે કે, બીજા રિવ્યુને પુરો કરવામાં આવશે.
*સિંગાપોર ભારતમાં એફડીઆઈનો મુખ્ય સ્ત્રોત છે. ભારતીય કંપનીઓ આસિયાનમાં જગ્યા બનાવવા માટે સિંગાપોરનો ઉપયોગ એક સ્પ્રિંગ તરીકે કરે છે.