ગ્રામીણ ડાક સેવકની અચોકકસ મુદતની દેશવ્યાપી હડતાલ ચાલી રહેલ છે જેમાં રાજકોટ હેડ પોસ્ટ ઓફિસે ધરણાનો કાર્યક્રમ ૨૯ થી ૩૧ ત્રણ દિવસનો રાખવામાં આવ્યો હતો. મેટોડા જીઆઈડીસીની બ્રાંચ પોસ્ટ ઓફિસ, પડધરી બ્રાંચ પોસ્ટ ઓફિસ, સરધાર બ્રાંચ પોસ્ટ ઓફિસના જીડીએસ ગ્રામીણ ડાક સેવક ભાઈઓ આ ધરણામાં જોડાયા હતા.
આ હડતાલને સફળ બનાવવા જીડીએસ (એનએફપીઈ) યુનિયન સેક્રેટરી જેન્તીભાઈ સોરઠિયા, પ્રમુખ બી.એમ.દવે માધાપર, ખોડુભા જાડેજા તેમજ સી.એચ.કયુ. ન્યુ દિલ્હી, એઆઈપીઈ વકિર્ંગ પ્રેસીડેન્ટ શરદભાઈ તૈરૈયા પી-૪ ડિવિઝનલ સેક્રેટરી કે.બી.ચુડાસમા પી-૩ દામજીભાઈ ચાવડા વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે.