યુ.જી.સી. ન્યુ દિલ્હી મારફત ૧૯૮૬માં દિલ્હી ખાતે મટીરીયફલ્સ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ન્યુકિીલયર વિજ્ઞાન અને કેન્સરમાં ઉપયોગી રેડીયેશન જીવવિજ્ઞાનનાં સંશોધન માટે સ્થપાયેલી વિશ્ર્વભરમાં ખ્યાતનામ અને ભારતદેશની યુનિક સંશોધન માટે સ્થાપાયેલી વિશ્ર્વરભરમાં ખ્યાતનામ અને ભારતદેશની યુનિક સંશોધન સંસ્થાન ઇન્ટર યુનિવર્સિટી એકસરેટર સેન્ટર માં દેશની ૪૦૦ યુનિવર્સિટી અને આઇ.આઇ.સી. જેની સંસ્થાઓનાં સંશોધકો મારફત ઉચ્ચ ઉર્જાના ગતિશીલ સિલ્વર, ગોલ્ડ, ઓકિસજન વગેરેનાં પરમાણુંઓનું જુદા જુદા ઓબ્જેકટ ઉપર અથડામણ કરાવી ઉર્જાની આપ-લે મારફત વિશેષ પ્રકારના વિજ્ઞાનનો અભ્યાસ કરવા આઇયુએસી-ન્યુ દિલ્હી ખાતે અંદાજીત ૩૦૦૦ કરોડથી પણ વધુ સંશોધન માટેના યંત્રો ભારત સરકાર મારફત તૈયાર કરાયેલ છે.
આ વૈશ્ર્વિક સંશોધક લેબોરેટરીનો લાભ સંશોધન કરતા વિશ્ર્વ વિઘાલયોના અઘ્યાપકો અને બી.એસ.એસ/એમ.એસ.સી. તથા પી.એચ.ડી. કરતાં સંશોધકોને મળી રહે તે માટે વર્ષમાં બે વખત જુલાઇ અને ડિસેમ્બરમાં દેશભરમાંથી કોલોબ્રેટીવ રીસર્ચ અંતર્ગત પ્રકલ્પો મંગાવવામાં આવે છે અને વૈજ્ઞાનિકોની કમીટી મારફત તેનો અભ્યાસ કરી સંશોધકોને અનુદાન તથા આઇયુએસી ખાતેની સંશોધન લેબોરેટરી રાઉન્ડ ધી કલોક કામ કરવાની તક મળે છે
તે માટે યુઝર ફેસીલીટી કમીટી (એ.યુ.સી.) બનાવવામાં આવેલ છે જેમાં ભારત દેશનાં પ્રખ્યાત વૈજ્ઞાનિક કમીટીના સભ્યો દેશના જુદા જુદા રાજયોમાંથી નિમણુંક થાય છે અને આ એ.યુ.સી. કમીટીના ચેરમ તરીકે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી ના નેનો સાયન્સ ભવનનાં ભૌતિકશાસ્ત્રી પ્રો. ડી.જી. કુબેરકરની નિમણુંક કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસર એ.યુ.સી. કમીટીના ચેરમેન બનાવવામાં આવ્યા હોય તે પ્રથમ ગૌરવપ્રદ ઘટના છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઇકયુએસી ન્યુ દિલ્હી ખાતે ભૌતિકશાસ્ત્ર ભવનનાં પ્રો. નિકેશભાઇ શાહ, એચ.આર.ડી.સી. ના ડો. ધીરેનભાઇ પંડયા, ડો. પી.એસ.સોલંકીના છેલ્લા ત્રણ વર્ષી પ્રકલ્પો ચાલે છે અને પ્રો. ડી.જી. કુબેરકર આઇકયુએસીના ચારથી વધુ પ્રકલ્પો સફળતાપૂર્વક પૂર્ણ કરી સૌરાષ્ટ્ર યુનિ. ના સંશોધકો માટે ન્યુ દિલ્હીમાં પ્લેટફોર્મ બનાવેલ છે.
ત્યારે પ્રતિભાશાળી જગ્યાએ તેમની નિમયુંક થતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિલાંબરીબેન દવે, કુલસચિવ ડો. ધીરેનભાઇ પંડયા, ડો. ભાીવનભાઇ કોઠારી, પ્રો. હીરેનભાઇ જોશી, પ્રો. મિહીરભાઇ જોશી, પ્રો. નિકેશભાઇ શાહ, ડો. ભરતભાઇ કટારીયા, ડો. આશીષ રાવલીયા, ડો. અશ્ર્વિનીબેન જોશી તથા નેનો સાયન્સ અને ભૌતિકશાસ્ત્ર ભવનના સ્ટાફે અભિનંદન પાઠવેલ છે.