સહકારી દુધ મંડળીમાં ૨૬થી વધુ અને શ્યામનગરમાં ૨૪ બાળકોને ઓછુ વેતન આપી મજુરી કરાવાતી’તી

રાજકોટમાં સમાજ સુરક્ષા દ્વારા રાજકોટ સહકારી દુધ મંડળીમાંથી ફરિયાદના આધારે ૨૬થી વધારે બાળમજુરોને છોડાવવામાં આવ્યા હતા સાથો સાથ સહકારી દુધ મંડળીનાં પાછળનાં વિસ્તાર શ્યામનગર મેઈન રોડ ઉપર ઈમીટેશનનું મંજુરી કામ કરતા ૨૪થી વધારે બાળકોને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા તેમને બચાવવામાં આવ્યા હતા. રાજકોટ બાળ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આશરે ૫૦થી વધુ બાળમજુરોને છોડાવવામાં આવ્યા હતા.

2 77રાજકોટનાં સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમાજ સુરક્ષા કચેરી ખાતે ફરિયાદ આવી કે રાજકોટ સહકારી ડેરીની અંદર બાળમજુરો રાખવામાં આવે છે. પ્રથમ દ્રષ્ટિએ એવું થયું કે ડેરીની અંદર બાળમજુરો ન હોય પરંતુ તેમાં અમને વીડિયો બતાવવાનો આવ્યો તેના ઉપરથી સાબિતી થઈ કે બાળમજુરો ત્યાં કામ કરે છે એટલે સંબંધિત પોલીસ ડિપાર્ટમેન્ટ, સીપી સાહેબ, એસીપી સાહેબ અને થોરાળા પોલીસ સ્ટેશન જઈ અને પોલીસ પ્રોટેકશન સાથે અમારા લેબર ડિપાર્ટમેન્ટ, ડિસીપ્યુ ડિપાર્ટમેન્ટ, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, ચાઈલ્ડ્ર લાઈન સમગ્ર ડિપાર્ટમેન્ટને સાથે રાખી રાજકોટ સહકારી ડેરીનો મેગા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું. ૨૦થી વધારે બાળકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે.

3 66 આ બાળકો મોટાભાગે હિન્દી ભાષી બિહાર અને યુપીના છે અને કોન્ટ્રાકટ દ્વારા લાવવામાં આવેલા છે એવું જણાય આવે છે. દુખની વાત એ છેકે આ બાળકોને જે પ્રકારની કામગીરી કરાવવામાં આવતી હતી તે ખુબ જ ગંભીર છે એટલા માટે કે મશીનની અંદર દુધ છે. જે બેગની અંદર પેક થાય અને જેટલી સ્પીડથી આવે તેટલી સ્પીડથી આ બાળકોએ કલેકટ કરી મુકવાની હોય છે. ૧૩ થી ૧૮ વર્ષની નાના બાળકો પાસેથી સ્પીડથી કામ લેવામાં આવે અને મશીન સાથે જોડવામાં આવે.

અમે બાળકો પાસેથી માહિતી મેળવી અને સંબંધિત ડેરીના કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સામે કાયદેસરની એફઆઈઆર કરી કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવશે. આ બાળકોને રેસ્કયુ કરતા તેમણે જણાવ્યું કે અહીં બીજા બાળકો પણ કામ કરે છે એટલે કે અહીં કુલ ૭૦ બાળકો લાવવામાં આવ્યા છે. તેમાંથી ૩૩ બાળકો ૧૮ વર્ષથી નાની ઉંમરના છે. તેમાં ૧૪ વર્ષથી નાની ઉંમરના બાળકો પણ છે. અહીં રોકાણની તપાસ કરતા તે પણ ખુબ દયનીય છે એટલા માટે કે અહીં પતળા નીચે ગરમીમાં રાખવામાં આવ્યા છે અને એક જ પંખો છે. બાથ‚મ સહિતની સુવિધાનો પણ અભાવ છે. બાળક તપાસ દરમિયાન જણાવ્યું કે અમને ઠેકેદારો દ્વારા લાવવામાં આવે છે તો તે પ્રફિકિંગ છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.