સ્કુલનું ૯૫ ટકા પરિણામ: વિઘાર્થી અને શિક્ષકોએ હર્ષોલ્લાસ સાથે પરિણામની ઉજવણી કરી
આજરોજ ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે તેમાં રાજકોટની ક્રિષ્ના સ્કુલનું પરિણામ ૯૫ ટકા આવ્યું છે. જેને લઇ વિઘાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ધો.૧ર સામાન્ય પ્રવાહના પરિણામને વિઘાર્થી-વાલીઓએ ઉમળકાભેર ઉજર્યુ હતું.
સ્કુલના પરિણામથી વાલીઓ અને વિઘાર્થીઓ ખુશખુશાલ: તૃપ્તી ગજેરા
અબતક સાથેની વાતચીત દરમિયાન ક્રિષ્ના સ્કુલના માલીક તૃપ્તિ ગજેરાએ જણાવ્યું કે આજરોજ ધોરણ ૧ર ના સામાન્ય પ્રવાહનું પરિણામ ક્રિષ્ના સ્કુલનું ૯૫ ટકા આવ્યું છે. ઓવરઓલ ધોરણ ૧રનું પરિણામ ગત વર્ષની સરખામણીએ ઓછું આવ્યું છે. અમારી સ્કુલના પરિણામથી વિઘાર્થીઓ અને વાલીઓ સંંતુષ્ટ છે હું વધુમાં જણાવીશ કે વિઘાર્થીઓ અત્યારે લેંજવેજ ઉપર વધુ ઘ્યાન નથી આપતા તેથી અંગ્રેજી જેવી ભાષામાં વિઘાર્થીઓને અસફળતા મળી છે. જે વિઘાર્થીઓને સફળતા મળી છે તેમને સરળતાથી પ્રવેશ મળી શકશે. કોલેજમાં સીટો ઉપલબ્ધ છે તેથી પ્રવેશ મેળવવામાં એટલી સમસ્યા નહી થાય ધોરણ ૧ર માં જે વિઘાર્થીઓ હવે આવવાના છે તેઓને એ જણાવવું કે બને તેટલું રિટર્ન પ્રેકટીલ કરવી વાંચવાથી અને લખવાથી વધુ સારુ પરિણામ મેળવી શકાય છે.
સી.એ. બની માતા-પિતાનું નામ રોશન કરવું છે: કિંજલ પરમાર
અબતક સાથેની વાતચીત દરમિયાન ક્રિષ્ના સ્કુલના વિઘાર્થીની કિંજલ પરમારએ જણાવ્યું કે તેને ૯૯.૪૫ પીઆર આવ્યા છે અને સ્કુલમાં તે પ્રથમક્રમાંક મેળવ્યો છે. અને તે ખુબ જ ખુશી અનુભવી રહી છે તેને સ્કુલ, માતા-પિતા મિત્રો તરફથી પુરેપુરો સાથ સ્હકારી મળ્યો છે તેથી જ આજ આટલું સુંદર પરિણામ મેળવી શકી છું.
વર્ષથી તનતોડ મહેનતથી ૯૯.૧૦ પીઆર મેળવ્યા: કેવલ જોશી
અબતક સાથેની વાતચીત દરમિયાન ક્રિષ્ના સ્કુલના વિઘાર્થી જોશી કેવલએ જણાવ્યું કે તેને ૯૯.૧૦ પીઆર આવ્યા છે. અનેે સ્કુલમાં દ્રીતીય સ્થાન મેળવ્યું છે. મહેનત અને ગલનનું આ પરિણામ આવ્યું છે. સ્કુલ અને માતા-પિતા તરફથી પુરેપુરો સપોર્ટ મળ્યો છે. એમાં પણ છેલ્લે ખુબ મહેનત કરી હતી. તેનું આ પરીણામ છે. આગળ હવે તે સી.એ. બનવા માંગે છે.
અગાઉથી મહેનત ધાર્યુ પરિણામ અપાવ્યું: અંકિત રાણપરા
અબતક સાથેની વાતચીત દરમિયાન ક્રિષ્ના સ્કુલ ના વિઘાર્થી રાણપરા અંકિત એ જણાવ્યું કે તેને ૯૭.૧૭ પીઆર આવ્યા છે. અને તે સ્કુલમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ખુબ જ આતુરતાપૂર્વક પરિણામની રાહ જોતો હતો અને જેટલી આશા રાખી હતી તેના કરતાં વધુ સારું પરિણામ આવ્યું છે. માતા-પિતા અને સ્કુલ તરફથી ખુબ જ સારો સપોર્ટ રહ્યો છે. મારા માતા-પિતાએ કદી મને ફોર્સ નથી કર્યો કે આટલા પી.આર. જોશો કે કાંઇ આગળ હવે બી.સી. એ કરવું છે અને જે વિઘાર્થીઓ ૧રમાં ધોરણમાં આવવાના છે તે પહેલેથી મહેનત કરશે તો ધાર્યુ પરિણામ મેળવી શકશે.