ગત ડિસેમ્બરમાં કૃણાલ પંડ્યાના લગ્ન થયા હતા પરંતુ હવે તેમના ભાઈ હાર્દિક પંડ્યાને ૪૦ વર્ષ સુધી લગ્ન ન કરવાની સલાહ આપી રહ્યા છે
ક્રિકેટર કૃણાલ પંડ્યાએ પોતાના નાના ભાઈ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ૪૦ વર્ષની ઉંમર સુધી લગ્ન ન કરવાની સલાહ આપી છે. બંને ભાઈઓ IPL માં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. કૃણાલે ભાઈ હાર્દિકને સલાહ આપતા કહ્યું કે, તું હમણાં લગ્ન ન કર. તું ૪૦ વર્ષે પણ લગ્ન કરી જ શકે છે. ત્યાં સુધી તું બસ એને જોતો રહે. જોકે, બાદ તેણે આ વાતને માત્ર હળવી મજાક ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, કૃણાલે ૨૦૧૭માં પંખુડી શર્મા સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં તે પોતાના નાના ભાઈના લગ્ન બાબતે કોઈ ઉતાવળમાં ન હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, હું તેને બહુ હેરાન કરું છું. ક્યારેક તો મારાથી એટલો કંટાળી જાય છે કે, કલાકો સુધી રૂમમાં આવતો નથી.કૃણાલે જણાવ્યું કે, હાર્દિક જ્યારે નાનો હતો ત્યારે તે ભારતીય કરતા કેરેબિયન વધારે લાગતો હતો. જોકે, હું થોડો ઓછો આફ્રિકન લાગતો હતો. હું તેને કાયમ વેસ્ટઈન્ડિયન કહેતો હતો. પણ જો હાર્દિકને કોઈ કાળો (બ્લેક) કહી દે તો અમારી મા તેની સાથે ઝઘડો કરતી.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમના પ્લેયર કેરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યા વચ્ચે ગાઢ મિત્રતા છે. ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડરે કહ્યું હતું કે, પોલાર્ડ તેના માટે ભાઈ જેવો છે જેને બીજી માએ જન્મ આપ્યો છે.