પરશુરામ સેના આરતી ગ્રુપ દ્વારા હિન્દુ યુવાનોમાં હિંમત વધારવા ૧૯મે થી ૨૫ મે સુધી શારીરિક તેમજ સ્વબચાવ, આત્મરક્ષણ માટેનો જામનગરમાં તળાવની પાળે આવેલ પાબારી હોલ ખાતે નિ:શુલ્ક કેમ્પ યોજાયો હતો જેમાં ૪૦ થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો.
આ કેમ્પમાં ટ્રેઈનર તરીકે ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ અને થર્ડ ડાન બ્લેક બેલ્ટ પ્રતિક ભટ્ટ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી હતી. જેમાં આજના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની સાથે શારીરિક તેમજ માનસિક હિંમતની જરૂર છે અને વર્તમાન સમયમાં આત્મરક્ષણ-સ્વબચાવ ખુબ જ જરૂરી હોય તે માટે સાત દિવસીય કેમ્પમાં પંચ, બ્લોક, કીક, છરીના જાનલેવા હુમલાથી કેમ બચવું, વાળ કેમ છોડાવવા, કાઠલો કેમ છોડાવવો તેમજ જીવનમાં મગજ એ સૌથી અગત્યનો ભાગ છે જે હુમલા દરમ્યાન તેમજ એકસીડન્ટ કે બાઈક પરથી પડતી વખતે માથાને ઈજા ન પહોંચે તેવી અનેક ટેકનીકો આ કેમ્પ દરમ્યાન શીખડાવીને પૂર્ણાહુતિ દરમિયાન નિદર્શન કરાવ્યું હતું અને નળીયા, ઈંટ, ટાઈલ્સ, ટયુબલાઈટના ધોકા સહિતના બ્રેકીંગ દ્વારા તેમજ થર્ડ ડાન બ્લેકબેલ્ટ માસ્ટરે ડબલ સવારીમાં બાઈકને પોતાના પેટ પર ચલાવી બધાને સ્તબ્ધ કરી દીધા હતા.
આ કેમ્પની પૂર્ણાહુતિમાં મુખ્ય મહેમાન અર્જુનભાઈ પંડયા, પ્રિન્સીપાલ મનિષભાઈ જોષી, એડવોકેટ અનિલ મહેતા, ગૌરક્ષા કમાન્ડોના ગુજરાત વિભાગના પ્રમુખ આસુતોષભાઈ પાઠક, સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, શહેર પ્રમુખ આશિષ જોષી, નયન વ્યાસ તેમજ મહિલા પાંખના ભાવનાબેન દવે, નિશાબેન અસ્વાર સહિત ખાસ ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો. આ સ્વબચાવ કેમ્પ પરશુરામ સેના આરતી ગ્રુપના યુવાનો દ્વારા પુરસ્કારો સાથેનું આયોજન કરેલ અને બ્રેકીંગ માટેની વસ્તુઓની વ્યવસ્થા મહાનામ વઘેરા, જયરાજ ચૌહાણ, ચિંતન રાવલ સહિતના હિન્દુ યુવાનોએ કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.