લીંબડી ખાતે નાટ્યનો એક સફળ પ્રયોગ લીંબડી ની નાટય પ્રેમી જનતા માટે ઉત્કર્ષ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. ખૂબ જ સુંદર મને એક મોકો આપો એક સામાજિક અને પારિવારિક નાટક અર્ચના ચૌહાણ દ્વારા દિગ્દર્શિત સુંદર નાટક લઈને આજની પેઢી માટે ખાસ સ્ત્રીઓ માટે, સ્ત્રી સશક્તિકરણ અને બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી સમાજમાં સ્થાન મેળવવા માટે કેવી રીતે ઝઝૂમે છે
તે વિષય ઉપર ખૂબ જ સુંદર રીતે ભજવવામાં આવ્યું હતું. આ માટે લીંબડી જનતાને એક સંદેશો આપી સમાજની અંદર બળાત્કાર થયા બાદ પોતાનું સ્થાન ફરી પાછું મેળવવું જરૂરી છે તે અંતર્ગત આ નાટક લીંબડી ખાતે લાવવામાં આવ્યું હતું સમગ્ર નાટક દ્વારા સંદેશો આપવામાં આવે છે કે જગતની અંદર સ્ત્રીઓનું સ્થાન કેવું હશે.
તે શક્તિને આધારે આ નાટક સફળ રહે તે હેતુથી હિતેષ પંડ્યા, ધર્મદિપસિંહ રાણા અને પુનિત રાવલ દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું હતું. કોઇ પણ સંજોગોમાં સ્ત્રી સમાજની અંદર બળાત્કાર થયા પછી પણ પોતાનુ સ્થાન મેળવવા માટે કેવી રીતે સંઘર્ષ કરે છે તેમજ આજના સમાજને એક સંદેશો આપવા માટે ખૂબ જ સુંદર રીતે નાટક રજુ કરવામાં આવ્યું હતું.