ચાઈલ્ડ હુડ ઈન્ડેકસમાં ભારતનો ૧૭૫ દેશોમાંથી ૧૧૩મો ક્રમ બાળ લગ્નો, બાળ મજૂરી જેવા દૂષણોના કારણે નબળુ પરિણામ
સરકાર દ્વારા બેટી બચાવો અભિયાનનો પ્રબળતાી અમલ કરાવવામાં આવ્યો હતો. વર્ષો સુધી કરેલી આ મહેનત અંતે રંગ લાવી છે. ચાઈલ્ડહુડ ઈન્ડેક્ષમાં ભારતે ૧૭૫ દેશોમાંથી ૧૧૩મો ક્રમ હાસલ કર્યો છે. ગત વર્ષે ભારતનો ક્રમ ચાઈલ્ડહુડ રેન્કીંગમાં ૧૧૬મો હતો.
ભારતે કુલ ૧૦૦૦ પોઈન્ટમાંથી ૭૬૮ પોઈન્ટ મેળવ્યા છે. ગત વર્ષે ભારતને ૭૫૪ પોઈન્ટ મળ્યા હતા. એટલે કે ચાલુ વર્ષે ૧૪ પોઈન્ટનો સુધારો ચાઈલ્ડહુડ ઈન્ડેક્ષમાં જોવા મળ્યો છે. જો કે હજુ પણ કુલ ૧૭૫ દેશોમાંથી ૧૧૩મો ક્રમ સારો ન જ કહેવાય. ભારતમાં આજે પણ બાળ લગ્નનું પ્રમાણ ચિંતાજનક છે. ૧૫ થી ૧૯ વર્ષ વચ્ચેની સગીરાઓના લગ્નનું પ્રમાણ તોતીંગ છે. ભારતમાં કથળતું આરોગ્ય, બાળ મજૂરી, બાળ લગ્ન, સગીર વસમાં ગર્ભધારણ તેમજ શારીરિક ત્રાસ જેવા મુદ્દાના કારણે ભારતનું રેન્કીંગ ખૂબજ નીચુ છે.
વિશ્ર્વમાં એક બીલીયન બાળકો ગરીબી રેખાી નીચે જીવે છે. સોમાલીયા, સુદાન અને અફઘાનિસ્તાનમાં પણ બાળકોની સ્િિત ખૂબજ દયનીય છે. ભારત પણ બાળકોની પરિસ્થિતિ મામલે ખૂબજ પછાત ગણી શકાય. ભારતમાં બાળ લગ્નો અને બાળ મજૂરી સહિતના દૂષણના પરિણામે ૧૦૦૦ માંથી માત્ર ૭૬૮ પોઈન્ટ જ મેળવી શકાયા છે.