આરકોમ દેણામાં આવી જતા રિલાયન્સ બનશે તારણહાર
જીયોફોન, જીયો ધન ધના ધન અને રિલાયન્સ થકી ઉદ્યોગસાહસીકતાની મિસાલ અંબાણી પરિવાર હવે ગમે તેમ ઘીને ખીચડીમાં જ પડવા દેશે. કારણ કે આર.કોમ હાલ દેશામાં ચાલી રહ્યું હોવાને કારણે અનિલ અંબાણી ભાઈ મુકેશને ૧૮ હજાર કરોડમાં આર.કોમ. વેચશે, આ ઉપરાંત કેનેડાની બ્રુકફિલ્ડની મિલકતો પણ મુકેશ અંબાણી સંભાળશે આરકોમ વાયરલેસ એસેટ છે. જેમાં એરવેવસ તેમજ જીયો માટેના મોબાઈલ માસ્ટ રહેલા છે. તેથી આર કોમના દેણાનું સેટલમેન્ટ સ્વીડનની કંપની સાથે થશે.
નવીદિલ્હી ખાતે કંપનીએ બુધવારે આરઓમના વિરોધમાં નાદારી નોંધાવી હતી. માટે સેટલમેન્ટના ભાગરૂપે સપ્ટેમ્બરનાં અંત સુધીમાં ઈરીકશનને દેણાની ચૂકવણી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. જોકે આર કોમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો જ હિસ્સો છે. પરંતુ વિવાદો બાદ નેશનલ કંપની બો એપેલેટ ટ્રિબ્યુનલે આર કોમ અને ઈરીકશનને ૭મી જૂન સુધીમાં એફિડેવિટ ફશઈલ કરવાની સૂચના આપી છે. અને ત્યારબાદ જ કંપનીઓ વચ્ચે સેટલમેન્ટની ડિલની પ્રક્રિયા શરૂ થશે.
સ્વીડનની ઈરીકશન કંપનીએ ૨૦૧૪માં સાત વર્ષ માટે આરકોમના ટેલીકોમ નેટવર્કનું સંચાલન કરવાના કરારો કર્યા હતા. ત્યારે આર કોમનું તારણહાર બનવા રીલાયન્સ મદદ રૂપ બનશે ૪૫૭.૩૩ બિલિયનના દેણામાં ડુબેલા આરકોમને આખરે રિલાયન્સ બચાવશે કારણે રિલાયન્સ ભારતની મોટી કંપનીઓની પૈકી છે જીયોની એન્ટ્રી બાદ તો ઈન્ટરનેટની દુનિયામાં જીયો જાણે હરિતક્રાંતી લાવી હતી.